Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ:સોમનાથ-જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર અને સૂત્રધારની ધરપકડ

    1 day ago

    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ રાજકોટ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાંથી બે મુસાફરોને નકલી ટિકિટ સાથે પકડી લેવામાં આવ્યા છે. આ સાથે જ મુખ્ય સૂત્રધાર એવા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે AI અને ફોટોશોપની મદદથી નકલી ટિકિટ બનાવી આપ્યાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી. સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 16 ઓક્ટોબરે રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ નિરીક્ષક રાજેનસિંહ રાજપૂતે બે પેસેન્જરની ટિકિટ તેમના મોબાઈલમાં ચેક કરતાં શંકા ઉપજી હતી. વધુ તપાસ કરતાં બંને ટિકિટ નકલી હોવાનું સ્પષ્ટ થતાં બંને મુસાફરોને સુરેન્દ્રનગર RPFના હવાલે કર્યા હતા. કારખાનાના સિક્યુરિટી ગાર્ડ બનાવી હતી નકલી ટિકિટ જે બાદ રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા મુસાફરનું નામ કનૈયા ચૌધરી (ઉ.વ.43) છે. બીજો મુસાફર સગીર છે. આ બંને હાલ ગોંડલના ગુંદાળા ગામે રહી કારખાનામાં કામ કરે છે. કનૈયા મૂળ બિહારનો અને સગીર મૂળ યુપીનો વતની છે.બંનેને વતન જવું હોવાથી કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનમોહનસિંહને વાત કરી હતી. જેણે AI અને ફોટોશોપની મદદથી બંનેને નકલી ટિકિટ બનાવી આપી બદલામાં રૂ.2 હજાર વસૂલ કર્યા હતા. જેથી પોલીસે મનમોહનસિંહને પણ અટકાયતમાં લીધો છે. મનમોહનસિંહે આ રીતે બીજી નકલી ટિકિટ બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ન્યૂ નહેરુનગરમાં મહિલાની પડોશી વેપારીએ છેડતી કરી શહેરના ન્યૂ નહેરુનગર વિસ્તારમાં મહિલાની પડોશી વેપારીએ છેડતી કરી અને નણદોયા સહિત 2ને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વેપારી પરેશ પનારા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ન્યૂ નહેરુનગરમાં 17 ઓક્ટોબરના રોજ બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે પરેશ પનારા મહિલાના ઘર નીચે આવેલી દુકાન પાસે આવ્યો હતો. તેણે મહિલાની પાછળ આવીને ચાલુ બાઇકના નંબરની ચિઠ્ઠી નાખવાનું કહી ફોન કરવા દબાણ કર્યું હતું. આ અંગે મહિલાએ ઠપકો આપતાં વેપારીએ ગાળો આપી ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદી મહિલાના નણદોયા યશભાઈને પગમાં લોખંડનો પાઇપ મારી મોઢા પર ઇજા પહોંચાડી હતી. તેમજ કિશનભાઈને પણ ઢીકાપાટુનો માર મારી મોઢા પર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસે BNS - 2023ની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિની મારકુટના લીધે પત્નીનો આપઘાતનો પ્રયાસ રાજકોટના હરિપર પાળ ગામે રહેતી મહિલાએ ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ હરિપર પાળના પાટીયાથી હરિપર જવાના રસ્તા પર જાહેરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. મહિલાને સંતાનમાં પાંચ દીકરી અને એક દીકરો છે. પતિ રિક્ષા ચલાવે છે. મહિલાના કહેવા મુજબ દરરોજ પતિ દારૂ પી મારકુટ કરી હેરાન કરતો હોવાથી કંટાળી જતાં ઘરેથી લાદી સાફ કરવાનું પ્રવાહી લઈને નીકળી ગઇ હતી અને તે રોડ પર પી લીધુ હતું. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના 7 પ્લોટ ફટાકડા સ્ટોલ-સિઝનલ વ્યવસાય માટે અપાશે:દસ્તાવેજ નોંધણી કચેરીઓના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો, ભેળસેળ કરનારાઓના લાયસન્સ રદ્દ થશે
    Next Article
    ચેક રિટર્ન કેસમાં 60 દિવસમાં ₹ 83.50 લાખ ચૂકવવા આદેશ:11 ચેક રિટર્ન થતા ₹ 1.67 કરોડની વસૂલાત મામલે રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપીની જામીન અરજી નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment