Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેક રિટર્ન કેસમાં 60 દિવસમાં ₹ 83.50 લાખ ચૂકવવા આદેશ:11 ચેક રિટર્ન થતા ₹ 1.67 કરોડની વસૂલાત મામલે રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપીની જામીન અરજી નામંજૂર

    2 days ago

    રાજકોટમાં રીટર્ન ચેકના 11 કેસમાં કુલ ₹ 1.67 કરોડની રકમ પરત મેળવવા ચાલતા કાનૂની જંગમાં આરોપી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. રવી મેટલ ટ્રીટમેન્ટના માલિક દ્વારા અર્નવ એન્જિનિયર્સના માલિક વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપી પક્ષે સજા અને વળતરના હુકમ સામે કરેલી રિવિઝન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ સાથે જ અપીલ દરમિયાન 20 ટકા રકમ જમા કરાવવાના હુકમને યથાવત રાખી 60 દિવસમાં ₹83.50 લાખ જમા કરાવવા આદેશ કર્યો છે. ચેક રિર્ટન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો આજી વસાહતના રવિ મેટલ ટ્રીટમેન્ટના રમેશભાઈ રાચ્છ દ્વારા મહારાષ્ટ્રના પુના ખાતે અર્નવ એન્જિનિયર્સના નામે પેઢી ચલાવતા વૈશાલીબેન સિંદે પાસેથી માલ ખરીદ્યો હતો. બાકી નીકળતી ₹ 2 કરોડની રકમ ચૂકવવા માટે બે RTGS મારફતે રકમ ચૂકવાઈ હતી. ત્યારબાદ બાકીની ₹ 1.67 કરોડની રકમ માટે પ્રોમિસરી નોટ અને કરાર કરી ચેક આપવામાં આવ્યા હતા. જોકે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી આ કેસમાં 14 ચેક રિટર્ન થયા હતા. જેમાંથી ત્રણ કેસમાં ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે બાકીના 11 કેસમાં ₹ 1,67,00,000ની રકમ બાકી રહી હતી. ટ્રાયલ દરમિયાન આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. આ હુકમ સામે આરોપી પક્ષે અપીલ કરતાં અપીલની સુનાવણી દરમિયાન 20 ટકા રકમ જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને પડકારતી અરજીમાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદીને 20 ટકાથી વધુ રકમ ચૂકવવામાં આવી છે અને સજા ખોટી રીતે કરવામાં આવી હોવાથી અપીલ મંજૂર કરવામાં આવે. જોકે ફરિયાદી પક્ષે આ દલીલોનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોની રજૂઆતો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લીધા બાદ સેશન્સ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ:સોમનાથ-જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર અને સૂત્રધારની ધરપકડ
    Next Article
    કોલકાતાના દુર્ગા પંડાલમાં નાસભાગ, 18નાં મોત:45 ઘાયલ, વરસાદથી બચવા માટે ભીડ એકઠી થઈ હતી; પંડાલ 91 વર્ષથી યોજાઈ રહ્યો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment