Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાના દુર્ગા પંડાલમાં નાસભાગ, 18નાં મોત:45 ઘાયલ, વરસાદથી બચવા માટે ભીડ એકઠી થઈ હતી; પંડાલ 91 વર્ષથી યોજાઈ રહ્યો છે

    1 day ago

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં શનિવાર સાંજે ચોરબાગાન દુર્ગા પંડાલમાં નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયા છે. તેમાં 3 પુરુષો, 13 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. જોકે, કોલકાતા મેડિકલ કૉલેજના સૂત્રોએ 20 લોકોનાં મોતનો દાવો કર્યો છે. દુર્ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થયા છે. કોલકાતા પોલીસ અનુસાર શનિવારે સાંજે લગભગ 7:40 વાગ્યે વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા માટે ઘણા લોકો પંડાલની અંદર રોકાયા હતા. તે દરમિયાન નવા દર્શકોની અંદર જવાની કોશિશ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. દુર્ઘટના બાદ પંડાલની લાઇટો બંધ કરી દેવામાં આવી છે અને પ્રવેશ રોકી દેવામાં આવ્યો છે. બંગાળ સરકારે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 શરૂ કર્યો છે. ઘટના બાદ ઘણા દુર્ગા પૂજા પંડાલો બંધ કરી દેવામાં આવ્યા છે. સાંજે- 7:00 વાગ્યે- આ પંડાલ જોવા ભીડ ઉમટી સાંજે- 7:40 વાગ્યે: વરસાદ પડ્યો, એન્ટ્રી ગેટ પર અચાનક ભીડ વધી રાત્રે 8:00 વાગ્યે: ભાગદોડમાં લોકો કચડાઈ ગયા, જમીન પર પડ્યા રાત- 8:30 વાગ્યે- ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા
    Click here to Read More
    Previous Article
    ચેક રિટર્ન કેસમાં 60 દિવસમાં ₹ 83.50 લાખ ચૂકવવા આદેશ:11 ચેક રિટર્ન થતા ₹ 1.67 કરોડની વસૂલાત મામલે રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપીની જામીન અરજી નામંજૂર
    Next Article
    અમરોલીમાં ઓનલાઈન ઓર્ડરના પાર્સલો ચોરતી ગેંગનો પર્દાફાશ:બે સાગરીતની ધરપકડ, કાપોદ્રાની ચોરીનો પણ ભેદ ઉકેલાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment