Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ:સોમનાથ -જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર -સૂત્રધારની ધરપકડ

    9 hours ago

    રાજકોટ રેલવે પોલીસે AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાંથી બે મુસાફરોને નકલી ટીકીટ સાથે પકડી લેવામાં આવ્યા છે. આ સાથે જ મુખ્ય સૂત્રધાર એવા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે એઆઈ અને ફોટોશોપની મદદથી નકલી ટીકીટો બનાવી આપ્યાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડને અટકાયતમાં લઇ વધુ તપાસ હાથ ધરી હતી. સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ગત તા.16 નાં રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટીકીટ નિરીક્ષક રાજેનસિંહ રાજપૂતે બે પેસેન્જરોની ટીકીટ તેમના મોબાઈલમાં ચેક કરતાં શંકા ઉપજી હતી. વધુ તપાસ કરતાં બંને ટિકિટ નકલી હોવાનું સ્પષ્ટ થતાં બંને મુસાફરોને સુરેન્દ્રનગર આરપીએફના હવાલે કર્યા હતા. જે બાદ રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા મુસાફરનું નામ કનૈયા ચૌધરી (ઉ.વ.43) છે. બીજો મુસાફર સગીર છે. આ બંને હાલ ગોંડલના ગુંદાળા ગામે રહી કારખાનામાં કામ કરે છે. કનૈયા મૂળ બિહારનો અને સગીર મૂળ યુપીનો વતની છે.બંનેને વતન જવું હોવાથી કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનમોહનસિંહને વાત કરી હતી. જેણે એઆઈ અને ફોટોશોપની મદદથી બંનેને નકલી ટીકીટો બનાવી આપી બદલામાં રૂ.2 હજાર વસૂલ કર્યા હતા. જેથી પોલીસે મનમોહનસિંહને પણ અટકાયતમાં લીધો છે. મનમોહનસિંહે આ રીતે બીજી નકલી ટીકીટો બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ન્યૂ નહેરુનગરમાં મહિલાની પડોશી વેપારીએ છેડતી કરી અને નણદોયા સહિત 2 ને માર માર્યો રાજકોટ શહેરના ન્યૂ નહેરુનગર વિસ્તારમાં મહિલાની પડોશી વેપારીએ છેડતી કરી અને નણદોયા સહિત 2 ને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વેપારી પરેશ પનારા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ન્યૂ નહેરુનગરમાં તા.17 ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે પરેશ પનારા મહિલાના ઘર નીચે આવેલી દુકાન પાસે આવ્યો હતો. તેણે મહિલાની પાછળ આવીને ચાલુ બાઇકના નંબરની ચિઠ્ઠી નાખવાનું કહી ફોન કરવા દબાણ કર્યું હતું. આ અંગે મહિલાએ ઠપકો આપતાં વેપારીએ ગાળો આપી ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદી મહિલાના નણદોયા યશભાઈને પગમાં લોખંડનો પાઇપ મારી મોઢા પર ઇજા પહોંચાડી હતી. તેમજ કિશનભાઈને પણ ઢીકાપાટુનો માર મારી મોઢા પર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસે BNS - 2023ની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિની મારકુટના લીધે પત્નીનો આપઘાતનો પ્રયાસ રાજકોટના હરિપર પાળ ગામે રહેતી જ્યોત્સનાબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.40) નામની મહિલાએ ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ હરિપર પાળના પાટીયાથી હરિપર જવાના રસ્તા પર જાહેરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. જ્યોત્સનાબેનને સંતાનમાં પાંચ દિકરી અને એક દિકરો છે. પતિ રિક્ષા ચલાવે છે. તેણીના કહેવા મુજબ દરરોજ પતિ દારૂ પી મારકુટ કરી હેરાન કરતો હોઇ કંટાળી જતાં ઘરેથી લાદી સાફ કરવાનું પ્રવાહી લઇને નીકળી ગઇ હતી અને તે રોડ પર પી લીધુ હતું. હાલ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'મારા પતિને બધાએ ભેગો થઈને મારી નાખ્યો':જૂનાગઢમાં GRD મહિલાના ત્રાસથી યુવકનો ઝેરી દવા પી આપઘાત, મૃતકની પત્નીએ કહ્યું- ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરો
    Next Article
    જિલ્લા જેલ ખાતે હર્ષોલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી:બંદીવાનોએ ગરબાની રમઝટ બોલાવી, આવતીકાલે નવચંડી યજ્ઞ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment