Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા જેલ ખાતે હર્ષોલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી:બંદીવાનોએ ગરબાની રમઝટ બોલાવી, આવતીકાલે નવચંડી યજ્ઞ યોજાશે

    10 hours ago

    ભાવનગર જિલ્લા જેલ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ નવરાત્રીના પાવન અવસર અંતર્ગત જેલ પરિસરમાં આવેલા માં ખોડિયાર માતાજીના મંદિરે નવ દિવસ સુધી સવાર-સાંજ ભક્તિભાવપૂર્વક મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી મહોત્સવના ભાગરૂપે આજે જેલ પ્રશાસન દ્વારા જેલના બંદીવાનોના મનોરંજન અને માનસિક શાંતિ હેતુ ગરબાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલના બંદીવાનોએ ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી. આ આયોજનથી જેલના વાતાવરણમાં સકારાત્મકતા અને ઉત્સાહનો સંચાર થયો હતો., વધુમાં, જેલ પ્રશાસન દ્વારા આવતીકાલે નવરાત્રીના આઠમા નોરતાના પવિત્ર દિવસે ભાવનગર જિલ્લા જેલ ખાતે ભવ્ય 'નવચંડી યજ્ઞ'નું આયોજન કરવામાં આવશે. આ ધાર્મિક અનુષ્ઠાનમાં પણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન અને આહુતિ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ:સોમનાથ -જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર -સૂત્રધારની ધરપકડ
    Next Article
    વડગામના મોરિયા નજીક કાર-રિક્ષા અકસ્માત, 3નાં મોત:બે ઈજાગ્રસ્ત, એક ગંભીર, સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment