Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો... આસિસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ:નાણામંત્રીનો ફેક વીડિયો બતાવી AI સ્કીમમાં રોકાણ કરાવવાના બહાને ઠગોએ 12.80 લાખ રૂપિયા પડાવ્યા માત્ર 22 હજારના રોકાણથી રોજ 75 હજાર કમાણીની લાલચ આપી હતી

    1 day ago

    સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે બનાવટી વીડિયો બતાવી શેરબજારમાં ક્વોન્ટમ AI સ્કીમમાં રોકાણ કરવાથી રોજની મોટી કમાણી થવાની લાલચ આપી સાયબર ઠગોએ વડોદરાની ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજર. સાથે ઠગાઈ આચરી છે. અલી નામના વ્યક્તિ સહિતના શખ્સોએ એપ્લિકેશન કોલ અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. એટલું જ નહીં, સાઉદીમાં ફૂડ ઓઇલના રોકાણમાં સારો નફો થશે તેમ કહી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ મારફતે 12.80 લાખ રૂપિયા પડાવ્યા હતા વેબસાઈટમાં નફા સાથેની રકમ નહીં ઉપાડી આપી વધુ રૂપિયાની માંગણી કરતા મેનેજર થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રહેતા અને 18 ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 15 ફેબ્રુઆરીએ તેઓ સોશિયલ મીડિયા જોઈ રહ્યા હતા ત્યારે એક ન્યુઝ ચેનલના એન્કર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણનો વીડિયો દર્શાવતી જાહેરાત જોવા મળી હતી. વીડિયોમાં ક્વોન્ટમ AIમાં રૂ.22 હજારનું રોકાણ કરવાથી રોજ રૂ.75 હજાર અને મહિને લાખો રૂપિયાની કમાણી થવાની લાલચ આપવામાં આવી હતી. આ જાહેરાતની લિંક પર જઈને નામ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ, જન્મ તારીખ, સરનામું સહિતની વિગતો ભરી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ અલી નામના વ્યક્તિનો એપ્લિકેશન કોલ આવ્યો હતો. તેણે શેરબજારમાં રોકાણની સ્કીમ સમજાવી રૂ.22 હજાર ઉપરાંત ચાર્જ સાથે રૂ.25 હજાર ભરાવ્યા હતા, ત્યારબાદ ઠગોએ ‘મસાઉદીના બાદશાહ સાથે વાત કરાવી ફૂડ ઓઇલમાં રોકાણ કરવાથી યુદ્ધના કારણે ભાવ વધશે અને સારો નફો મળશે તેવી વાત કરી વધુ રકમો પડાવી હતી. ફરિયાદીએ 17 ફેબ્રુઆરીથી 8 જૂન દરમિયાન અલગ-અલગ બેંક ખાતામાં રૂ.10.25 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.2.55 લાખથી વધુની રકમ ડેબિટ થઈ હતી. આ દરમિયાન ઠગોએ એપમાં રોકાણની મોટી રકમ દેખાડી વિશ્વાસ જાળવી રાખ્યો હતો. જોકે, રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં એપમાં બેલેન્સ શૂન્ય દેખાયું હતું. ત્યારબાદ વિદેશી મોબાઇલ નંબર પરથી ફોન કરી રકમ પરત મેળવવા માટે વધુ 7 લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહ્યું હતું. આ સમયે યુવકને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જેના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલમાં ‘કાલીયા નાગ’ની 501 ફૂટની અદભૂત ગુફામાં બિરાજ્યા વિઘ્નહર્તા:ગણેશ ઉત્સવ માટે 'કોળી વાડના દાદા' દ્વારા અનોખું આયોજન; 70 દિવસમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો ઉત્તમ નમૂનો
    Next Article
    એસબીઆઈ નીલંબર સર્કલ બ્રાન્ચ વડોદરા દ્વારા છતના પંખાનું દાન:શ્રી સેવા સમાજ વિદ્યાલયમાં વૃક્ષારોપણ પણ કરાયું, બેંકના અધિકારીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment