Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસબીઆઈ નીલંબર સર્કલ બ્રાન્ચ વડોદરા દ્વારા છતના પંખાનું દાન:શ્રી સેવા સમાજ વિદ્યાલયમાં વૃક્ષારોપણ પણ કરાયું, બેંકના અધિકારીઓ હાજર રહ્યા

    1 day ago

    જાસપુરમાં આવેલી શ્રી સેવા સમાજ વિદ્યાલયમાં ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) નીલાંબર સર્કલ બ્રાન્ચ, વડોદરાદ્વારા છતના પંખાનું દાન કરવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એસબીઆઈ, નિલામ્બર સર્કલ બ્રાન્ચ, વડોદરાના બ્રાન્ચ મેનેજર હિમાંશુ જૈન, વડોદરાના ચીફ મેનેજર (રીજન-૧) અંકુશ સકલાની અને આસિસ્ટન્ટ મેનેજર રવિ ચૌધરી હાજર રહ્યા હતા. એસબીઆઈએ શાળાને છતના પંખા દાન કર્યા હતા. આ સહયોગથી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ અને આરામદાયક ભણવાનું વાતાવરણ બનશે. બેંકે શિક્ષણ ક્ષેત્રે કરેલા આ સામાજિક સહયોગ બદલ શાળા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે શાળામાં એસબીઆઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. હાજર રહેલા મહેમાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ, પ્રકૃતિનું જતન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિશે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય નિમિષાબેન જે. છાસટીયાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને હાજર રહેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. તેમણે પંખાના દાન અને વૃક્ષારોપણ જેવા પર્યાવરણલક્ષી કાર્યક્રમ બદલ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. એસબીઆઈના આ સહયોગથી શાળા અને સમાજ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    લો બોલો... આસિસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ:નાણામંત્રીનો ફેક વીડિયો બતાવી AI સ્કીમમાં રોકાણ કરાવવાના બહાને ઠગોએ 12.80 લાખ રૂપિયા પડાવ્યા માત્ર 22 હજારના રોકાણથી રોજ 75 હજાર કમાણીની લાલચ આપી હતી
    Next Article
    જાસપુરની શાળામાં વન્યજીવ રક્ષક સંસ્થાએ સર્પ જાગૃતિ અભિયાન ચલાવ્યું:વિદ્યાર્થીઓને સાપ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ વિશે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment