Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં ‘કાલીયા નાગ’ની 501 ફૂટની અદભૂત ગુફામાં બિરાજ્યા વિઘ્નહર્તા:ગણેશ ઉત્સવ માટે 'કોળી વાડના દાદા' દ્વારા અનોખું આયોજન; 70 દિવસમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો ઉત્તમ નમૂનો

    1 day ago

    ગોંડલના ભગવતપરામાં આવેલા પૌરાણિક સતી માતાજીના સ્થાનક પરિસરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવ યોજાય છે. આ વર્ષે 'કોળી વાડના દાદા ગણેશ ઉત્સવ' દ્વારા એક અનોખું આયોજન કરાયું છે. અહીં 501 ફૂટ લાંબી 'કાલિયા નાગ' થીમ પર એક વિશાળ ગુફા બનાવાઈ છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. 70 દિવસની મહેનત અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો ઉત્તમ નમૂનો આ ભવ્ય પંડાલ અને ગુફા બનાવવામાં 70 દિવસ (લગભગ બે મહિના) લાગ્યા હતા. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'વેસ્ટમાંથી બેસ્ટ'ના સિદ્ધાંત પર બની છે. 501 ફૂટ લાંબી, 26 ફૂટ પહોળી અને 12 ફૂટ ઊંચી આ ગુફા બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ અને નકામી વસ્તુઓનો ઉપયોગ કરાયો છે. વપરાયેલી સામગ્રી આ ગુફા બનાવવા માટે 4000 ડુંગળી-લસણની નેટ, 500 કિલો પસ્તી, 2200 પ્લાસ્ટિકના ઝબલા, 600 ખાલી પ્લાસ્ટિકના કેરેટ, 2400 થર્મોકોલની ડિશ, 400 વાંસની મોટી ટોપલીઓ, 400 બેનરના રાઉન્ડ ભૂંગળા, 150 કિલો વારો, 100 વેસ્ટ બેનરો, 500 ફૂટ તાલપત્રી, 50 બંધ દીવાલ ઘડિયાળ, પેંડાના ખાલી બોક્સ, વડની વડવાઈઓ, વાંસ-ખપાટ અને 880 કિલો POP જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે. ગુફાની અંદર દિવ્યતા અને રોમાંચનો અનુભવ ગુફામાં પ્રવેશતા જ ભક્તોને અલગ-અલગ થીમ આધારિત સજાવટ જોવા મળે છે. કાળા અને સફેદ ઝબલાથી બનેલી પથ્થરની થીમ, 12 જ્યોતિર્લિંગના દર્શન અને વડવાઈઓની સજાવટથી એક દિવ્ય વાતાવરણ સર્જાયું છે. આયોજકો દ્વારા રોજિંદા અલગ-અલગ શણગાર અને થીમની પરંપરા પણ જાળવવામાં આવી છે. પ્રથમ દિવસે 'ભૂતડા'ની થીમ રાખવામાં આવી હતી. તેમાં સ્વયંસેવકો ભૂતનો પહેરવેશ ધારણ કરીને ડરામણા અવાજો કાઢી દર્શનાર્થીઓને રોમાંચ અને ભયનો અનુભવ કરાવતા હતા. 26 શેષનાગની થીમ સાથે 8 ફૂટની ગણેશ મૂર્તિ ગુફાના અંતે 8 ફૂટની ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે, જે ખૂબ આકર્ષક છે. આ મૂર્તિની પાછળ 26 શેષનાગની થીમ તૈયાર કરાઈ છે. ગણેશજીના હાથમાં ડમરાવાળું ત્રિશૂળ શોભી રહ્યું છે. ભક્તોની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને વિશેષ વ્યવસ્થા 501 ફૂટ લાંબી ગુફામાં ભક્તોની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં સુરક્ષા માટે પાણીના 8 બેરલ અને 12 થી વધુ રેતી ભરેલા ડબ્બા (ફાયર સેફ્ટી) રાખવામાં આવ્યા છે.કોઈપણ કટોકટીની સ્થિતિ માટે ગુફામાં સાત એક્ઝિટ દરવાજા બનાવવામાં આવ્યા છે. અથાક પરિશ્રમ અને જનમેદની આ સમગ્ર માસ્ટર પ્લાનિંગ પાછળ સુરેશભાઈ મકવાણા, હિતેશભાઈ ડાભી, મહેશભાઈ કોલી તેમજ RSS અને માંધાતા રાત્રી શાખાના 60 જેટલા કાર્યકર્તાઓની નિઃસ્વાર્થ સેવા રહેલી છે. ગત વર્ષે અહીં અમરનાથ ગુફાની થીમ બનાવાઈ હતી. આ વર્ષે પણ સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને લોકો આ અદભૂત નજારાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરમાં કારમાંથી 1,368 વિદેશી દારૂની બોટલ પકડાઈ:2.33 લાખના દારૂ સહિત 9.33 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
    Next Article
    લો બોલો... આસિસ્ટન્ટ મેનેજર સાથે ઠગાઈ:નાણામંત્રીનો ફેક વીડિયો બતાવી AI સ્કીમમાં રોકાણ કરાવવાના બહાને ઠગોએ 12.80 લાખ રૂપિયા પડાવ્યા માત્ર 22 હજારના રોકાણથી રોજ 75 હજાર કમાણીની લાલચ આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment