Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોરમાં કારમાંથી 1,368 વિદેશી દારૂની બોટલ પકડાઈ:2.33 લાખના દારૂ સહિત 9.33 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

    1 day ago

    મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત LCBને વધુ એક સફળતા મળી છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1,368 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. આ દારૂની કિંમત 2,33,232 રૂપિયા છે. કાર સહિત કુલ 9,33,232 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCBએ બાતમી મુજબ, બાલાસિનોરના વડદલા ગામનો કાનજી ભલાભાઈ પરમાર લીલા રંગની Nexon કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કથંરજીના મુવાડા ગામ તરફ જવાનો હતો. બાતમીના આધારે LCBની ટીમે કથંરજીના મુવાડા ગામ નજીક આવેલા બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લીલા રંગની કાર આવતા પોલીસે રસ્તા પર વાહનોની આડશ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, કારચાલક ગાડીને રસ્તાની વચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી. ત્યારબાદ કારને પોલીસ જાપ્તા સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ કરવામાં આવી. તપાસમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,368 બોટલ મળી આવી, જેની કિંમત 2,33,232 રૂપિયા છે. કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 9,33,232 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂબંધીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપી કાનજી ભલાભાઈ પરમાર, જે વડદલા, તા. બાલાસિનોર, જી. મહીસાગરનો રહેવાસી છે, તેને પકડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ભણ્યા પછી નોકરી કરવી હવે ભારતીયો માટે મોંઘીદાટ:ડિગ્રી પછી જોબ માટે ચૂકવવા પડશે ₹96 લાખ! OPT ફીમાં મસમોટો વધારો કરવા વાઈટ હાઉસની લીલી ઝંડી
    Next Article
    ગોંડલમાં ‘કાલીયા નાગ’ની 501 ફૂટની અદભૂત ગુફામાં બિરાજ્યા વિઘ્નહર્તા:ગણેશ ઉત્સવ માટે 'કોળી વાડના દાદા' દ્વારા અનોખું આયોજન; 70 દિવસમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો ઉત્તમ નમૂનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment