Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIના દુરુપયોગથી 100 કરોડ લોકોના મોત શક્ય છે:ગેટ્સે કહ્યું- અમેરિકન સરકારે આ અંગે કાયદો બનાવવો જોઈએ; ઓસ્ટ્રેલિયામાં AI સરકારી પોર્ટલ હેક કરી ચૂક્યું છે

    13 hours ago

    માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે ખોટા હાથોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એટલું શક્તિશાળી બની શકે છે કે તેનાથી 100 કરોડ લોકોનાં મૃત્યુ પણ થઈ શકે છે. એક ઇન્ટરવ્યૂમાં ગેટ્સે જણાવ્યું કે ખરાબ ઇરાદા ધરાવતા લોકો સાથે AI ટૂલ્સનું સંયોજન અત્યાર સુધીનાં કોઈપણ હથિયાર કરતાં વધુ ખતરનાક બની શકે છે. તેમણે આ જોખમને ગંભીરતાથી લેવા જણાવ્યું છે. ગેટ્સે અમેરિકન સરકાર પાસે AI અંગે કાયદો બનાવવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે કંપનીઓનું નિયંત્રણ પૂરતું નથી અને સરકારી દેખરેખ તથા નિયમોનો અમલ જરૂરી છે. ગેટ્સે ઑગસ્ટમાં પ્રકાશિત પોતાના લેખમાં પણ AIનાં ત્રણ મોટાં જોખમો ગણાવ્યાં હતાં. ઑસ્ટ્રેલિયામાં AI મોડેલે સરકારી પોર્ટલ હેક કર્યું બીજી તરફ, દુનિયામાં પહેલીવાર કોઈ AI મોડેલે સરકારી પોર્ટલ હેક કર્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. OpenAIનું એક AI મોડેલ ઓસ્ટ્રેલિયાની હેલ્થ ડેટા સિસ્ટમમાં ઘૂસી ગયું. તેણે ફાઇલો સુધી પહોંચીને માહિતી મેળવી. તેમાં હેલ્થ ખર્ચ અને દવા સબસિડી સાથે જોડાયેલો ડેટા હતો. OpenAIએ આ ઘટના વિશે 54 દિવસ બાદ સરકારને જાણ કરી. ત્યારબાદ, વડાપ્રધાન અલ્બનીઝે ન્યૂયોર્કમાં OpenAIના પ્રમુખ સેમ ઓલ્ટમેન સાથે ફોન પર વાત કરીને વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી. આ દરમિયાન OpenAIના CEO સેમે કહ્યું કે હવે AI પર નિયંત્રણ રાખવું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે જો માનવીય નિયંત્રણ ગુમાવાશે તો સ્થિતિ ખૂબ ખરાબ થશે. ઓસ્ટ્રેલિયા હવે મામલાની તપાસ કરશે ઓસ્ટ્રેલિયા હવે તપાસ કરશે કે કંપની સામે ફોજદારી કેસ બને છે કે નહીં. આ પણ તપાસવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ આ ઘૂસણખોરીને પહેલાં કેમ પકડી શકી નહીં. OpenAIએ પણ સ્વીકાર્યું કે તેના મોડેલોએ એવા પગલાં લીધાં, જે કંપનીનો ઇરાદો નહોતો. CEO સેમે કહ્યું કે દુનિયાના તમામ દેશોએ મળીને સુરક્ષા ધોરણો નક્કી કરવા જોઈએ, જેથી ટેક્નોલોજી વધુ શક્તિશાળી બને ત્યારે પણ નિયંત્રણમાં રહે.
    Click here to Read More
    Previous Article
    અનંત ચતુર્દશીએ જામનગરમાં 2,679 ગણેશ મૂર્તિઓનું વિસર્જન:‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી
    Next Article
    કર્ણાટક CM બોલ્યા- 12 ધારાસભ્યોએ બે વખત લગ્ન કર્યા:બેંગલુરુ આવનારા પાછા જતા નથી, શહેરની વસ્તી વધી; BJPએ કહ્યું- ધારાસભ્યોના નામ જણાવો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment