Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાટક CM બોલ્યા- 12 ધારાસભ્યોએ બે વખત લગ્ન કર્યા:બેંગલુરુ આવનારા પાછા જતા નથી, શહેરની વસ્તી વધી; BJPએ કહ્યું- ધારાસભ્યોના નામ જણાવો

    14 hours ago

    કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ‘લગભગ 12 ધારાસભ્યોનાં બે વખત લગ્ન થયા છે’ એવા નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. તેમણે ગુરુવારે વિધાનસભામાં બેંગલુરુમાં વધી રહેલા શહેરીકરણ અને વસ્તી અંગે વાત કરતાં આ ટિપ્પણી કરી હતી. શિવકુમારે કહ્યું- બેંગલુરુ આવનારા લોકો પાછા જતા નથી. અહીં રહેતા લગભગ એક ડઝન ધારાસભ્યોનાં બે વખત લગ્ન થયા છે અને હું તેમની યાદી આપી શકું છું. ત્યારબાદ ભાજપના નેતાઓએ તેમની પાસે આ ધારાસભ્યોનાં નામ જણાવવાની માગણી કરી. શિવકુમારે બેંગલુરુના વિકાસનો ઉલ્લેખ કર્યો શિવકુમારે કહ્યું કે કેમ્પેગૌડાએ બેંગલુરુ બનાવ્યું, કેંગલ હનુમંતૈયાએ વિધાન સૌધ બનાવ્યું અને એસ.એમ. કૃષ્ણાએ શહેરને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી. તેમણે કહ્યું કે અન્ય વિસ્તારોમાંથી આવતા લોકો અહીં સ્થાયી થઈ જાય છે. શિવકુમારે ધારવાડ અને દક્ષિણ કન્નડ સહિત કેટલાક જિલ્લાઓમાંથી આવતા ધારાસભ્યોનો પણ ઉલ્લેખ કર્યો, પરંતુ કોઈનું નામ જણાવ્યું નહીં. BJP બોલી- બહારથી આવેલા તમામ ધારાસભ્યો પર સવાલો ઉઠ્યા વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે શિવકુમારના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું. તેમણે કહ્યું કે હવે બેંગલુરુની બહારથી આવેલા ધારાસભ્યોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અશોકે જણાવ્યું કે તેમનો જન્મ બેંગલુરુમાં જ થયો હતો અને તેઓ અહીં જ ઉછર્યા છે. બીજી તરફ, બેંગલુરુની રાજાજીનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય એસ. સુરેશ કુમારે કહ્યું કે શિવકુમારે આ વાત ભલે મજાકમાં કહી હોય, પરંતુ વિધાનસભામાં આવી ટિપ્પણી સદનની ગરિમાને અનુરૂપ નથી. 15 વર્ષમાં બેંગલુરુની વસ્તીમાં લગભગ 40 લાખનો વધારો 2011ની વસ્તી ગણતરી મુજબ બેંગલુરુની વસ્તી આશરે 84-85 લાખ હતી. હવે તે વધીને 1.2 કરોડથી વધુ થઈ ગઈ છે. અનુમાન મુજબ વસ્તી 1.27 કરોડથી 1.32 કરોડની વચ્ચે છે. આઈટી ક્ષેત્રના વિકાસ અને રોજગારની વધુ સારી તકોને કારણે મોટી સંખ્યામાં લોકો શહેરમાં આવ્યા. તેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુની વસ્તી સતત વધી છે. ---------------------------------- આ સમાચાર પણ વાંચો… તમિલનાડુના CM બોલ્યા- મારી ચામડી જાડી છે, ટીકા-ટિપ્પણીથી ડરતો નથી: સાચું કહું તો આનાથી વધુની અપેક્ષા તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ગુરુવારે જણાવ્યું કે તેમની ‘જાડી ચામડી’ તેમને ટીકાઓથી બચાવે છે. તેમણે વિપક્ષી DMK પર જૂના ભ્રષ્ટાચારના કેસોને લઈને નિશાન સાધ્યું. મદારંતકમમાં વિજય પોતાની પાર્ટી TVKની ઉમેદવાર મરાગાથમ કુમારવેલ માટે પ્રચાર કરી રહ્યા હતા. આ પ્રચાર 6 ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે હતો.
    Click here to Read More
    Previous Article
    AIના દુરુપયોગથી 100 કરોડ લોકોના મોત શક્ય છે:ગેટ્સે કહ્યું- અમેરિકન સરકારે આ અંગે કાયદો બનાવવો જોઈએ; ઓસ્ટ્રેલિયામાં AI સરકારી પોર્ટલ હેક કરી ચૂક્યું છે
    Next Article
    ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ; વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કરશે ધજારોહણ, 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment