Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનંત ચતુર્દશીએ જામનગરમાં 2,679 ગણેશ મૂર્તિઓનું વિસર્જન:‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી

    13 hours ago

    જામનગરમાં અનંત ચતુર્દશીએ ગણેશભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા... અગલે વર્ષ તું જલ્દી આના’ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી. મહાનગરપાલિકાના ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરાના બંને વિસર્જન કુંડમાં એક જ દિવસમાં 2,679 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું. મહાનગરપાલિકાના અહેવાલ મુજબ, ખંભાળિયા બાયપાસ કુંડમાં 1,369 અને સરદાર રિવેરા કુંડમાં 1,310 મૂર્તિઓનું વિસર્જન થયું. ગણેશ વિસર્જનના બાર દિવસ દરમિયાન બંને કુંડમાં કુલ 7,205 ગણેશ મૂર્તિઓનું વિસર્જન નોંધાયું. અનંત ચતુર્દશીના દિવસે સવારથી જ બંને વિસર્જન કુંડ ખાતે ભક્તોની ભીડ જોવા મળી. ઢોલ-નગારાના તાલે અને ભક્તિગીતો વચ્ચે મૂર્તિઓને વિસર્જન સ્થળે લાવવામાં આવી. બપોરથી મોડી રાત સુધી વિસર્જન ચાલ્યું. 11 દિવસની આરાધના બાદ વિસર્જન સમયે ભક્તો ભાવુક થયા. મહાનગરપાલિકાની વ્યવસ્થાને કારણે પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ કામગીરી સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ-પુરુષ મેરેથોનમાં ભારતને 44 વર્ષ બાદ મેડલ:સાવન બરવાલે સિલ્વર અપાવ્યો; વિમેન્સ રાઇફલ શૂટિંગમાં ભારતને સિલ્વર
    Next Article
    AIના દુરુપયોગથી 100 કરોડ લોકોના મોત શક્ય છે:ગેટ્સે કહ્યું- અમેરિકન સરકારે આ અંગે કાયદો બનાવવો જોઈએ; ઓસ્ટ્રેલિયામાં AI સરકારી પોર્ટલ હેક કરી ચૂક્યું છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment