Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બેંકની AGMમાં ભારે હોબાળો, પૂર્વ ચેરમેનના ગંભીર આક્ષેપો:ગેરરીતિ અને ખોટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન સુરેશ પટેલે પ્રહારો કર્યા

    11 hours ago

    પાટણ નાગરિક સહકારી બેંકની 65મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં ગેરરીતિ અને ખોટા ખર્ચાઓના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. બેંકના પૂર્વ ચેરમેન સુરેશ પટેલે બેંકમાં ખોટી ભરતી અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સભા દરમિયાન ભારે ધમાચકડી અને હંગામાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેશ પટેલે વિરોધીઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે બેંકના 60 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવો હોબાળો થયો નથી. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક તત્વોએ પોતાના પાપ અને કૌભાંડો છુપાવવા માટે જાણી જોઈને આ તોફાન કરાવ્યું છે. પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બેંકમાં 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરવામાં આવી છે, જેને તાત્કાલિક છૂટા કરવા માટે ડિરેક્ટરો અને સભાસદોએ લેખિત માંગ કરી છે. આ ઉપરાંત, ₹25 લાખનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને બેંકના મેનેજરે કોઈના એજન્ટ તરીકે કામ કરીને કોર્ટ ટ્રિબ્યુનલમાં બેંકને ગેરમાર્ગે દોરી છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે સામેના પક્ષે ચૂંટાયેલા 7 થી 8 ડિરેક્ટરો હાલ તેમના સંપર્કમાં છે અને આગામી સપ્તાહે યોજાનારી ચેરમેન અને એમડીની ચૂંટણીમાં તેમના ટેકાથી જ બોર્ડ બનશે. આ ગેરરીતિઓ સામે રજિસ્ટ્રાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને હાઇકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખોડિયાર માતાનું મંદિર ગરકાવ, સણિયા હેમદમાં 15 ફૂટ પાણી:અમદાવાદ-મુંબઈની 7 ટ્રેન રદ, નવસારીમાં મુસાફરો અટવાયા; નર્મદામાં ડાયવર્ઝન ધોવાતાં 7 ગામો સંપર્ક વિહોણા
    Next Article
    રાજકોટમાં ચાંદીપુરા કેસ આવતા 200 ઘરોની તપાસ:1000 લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ, 4 નેગેટિવ રિપોર્ટ, 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment