Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ચાંદીપુરા કેસ આવતા 200 ઘરોની તપાસ:1000 લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ, 4 નેગેટિવ રિપોર્ટ, 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલાયા

    12 hours ago

    રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયુ છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000 થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલ 6 માંથી 4 ના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. આ સાથે જ અહીંથી 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ ત્યાં ખડેપગે રહેશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 6 શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે. જેનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું છે. જેમાંથી 1 નો રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે 4 નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં 3 દર્દી દાખલ છે. એક વેન્ટિલેટર ઉપર અને 2 સ્ટેબલ છે. ગોંડલના પાંચિયાવદરમાંથી ચાંદીપુરાના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેથી ત્યાં 200 થી વધુ ઘરોમાં 1000 થી વધુ લોકોનો સર્વે કરવામાં આવેલો છે. જ્યારે દરરોજ 5 થી 6 ટીમ દ્વારા શંકાસ્પદ કેશોદ આસપાસના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરાનો પોઝિટિવ કેસ જે વિસ્તારમાં આવ્યો છે તેની આસપાસ IRS (ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જે શંકાસ્પદ કેસો છે તે વિસ્તારમાં જ આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ રહેશે. આ મોનિટરિંગ દરમિયાન જરૂર જણાવશે તો તેને હોસ્પિટલે ખસેડવામાં આવશે. આ જગ્યાએથી 5 સેન્ડ ફ્લાયને ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં ચાંદીપુરા વાયરસ ગંભીર રીતે ફેલાય છે. જેથી જે જગ્યાએથી ચાંદીપુરાનો પોઝીટીવ કેસ આવ્યો છે ત્યાં આસપાસ જૂના ઘર કે ક્રેક હોય તો ત્યાં સેન્ડ ફ્લાય છુપાયેલી હોય છે. જે ક્રેક બુરવા જોઈએ. આ સાથે જ તંત્ર દ્વારા ડસ્ટિંગની કામગીરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ બેંકની AGMમાં ભારે હોબાળો, પૂર્વ ચેરમેનના ગંભીર આક્ષેપો:ગેરરીતિ અને ખોટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન સુરેશ પટેલે પ્રહારો કર્યા
    Next Article
    પાળિયાદ વિહળધામમાં નિર્મળાબાનો પ્રાગટ્ય દિવસ:24 જુલાઈએ સેવાકીય કાર્યો સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment