Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખોડિયાર માતાનું મંદિર ગરકાવ, સણિયા હેમદમાં 15 ફૂટ પાણી:અમદાવાદ-મુંબઈની 7 ટ્રેન રદ, નવસારીમાં મુસાફરો અટવાયા; નર્મદામાં ડાયવર્ઝન ધોવાતાં 7 ગામો સંપર્ક વિહોણા

    22 hours ago

    ગતરોજથી જ મેઘરાજા વલસાડ જિલ્લાને ધમરોળી રહ્યાં છેે. આભ ફાટ્યુ હોય તેમ ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1થી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ ઉમરગામમાં સાડા સાત ઇંચ છે. આમ ગઈકાલથી આજ સુધીમાં ઉમરગામમાં 36 ઇંચથી કુદરતી આફત સર્જાઈ છે. શહેરમાં નદીઓને જેમ પાણી વહી રહ્યું છે અને મોંધી કારો પણ ડૂબી ગઈ છે. ફસાયેલા લોકોનું બોટથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે (23 જુલાઈ) મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 કલાકમાં 2 ઈંચથી બોપલના ઘરોમાં પાણી ઘૂસ્યા, અંડરબ્રિજ બંધ અમદાવાદમાં વહેલી સવારે 3.30 વાગ્યાથી શરૂ થયેલા ધીમીધારના વરસાદ બાદ સવારે 9 વાગ્યા પછી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. પશ્ચિમ વિસ્તારના બોપલ, જોધપુર, સેટેલાઈટ, એસજી હાઈવે અને આંબાવાડીમાં માત્ર 1 કલાકમાં 2 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે બોપલમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં અને સ્ટર્લિંગ સિટી સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત, પીપળેશ્વર સોસાયટી બહાર રોડ જળમગ્ન થવાની સાથે ડી કેબિન અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે, જેનાથી સમગ્ર શહેરમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વાહનચાલકો તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના વરસાદની પળેપળની અપડેટ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, CM ભૂપેન્દ્ર પટેલની SEOCમાં ઉચ્ચસ્તરીય બેઠક, મંત્રીઓ-સિનિયર IAS અધિકારીઓ મેદાનમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરાયા છે. આ સાથે કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે અને રેડ એલર્ટ વાળા જિલ્લાના પ્રભારી સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરીનું સંકલન કરવા મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આકાશી આફતથી રેલવે વ્યવહાર ઠપ્પ, અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેનો રદ, નવસારીમાં 50 હજારથી વધુ મુસાફરો અટવાયા દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં વેસ્ટર્ન રેલવેનો વ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ટ્રેન સેવાઓ ખોરવાતાં નવસારીથી સુરત અને વાપી તરફ રોજગારી માટે અપડાઉન કરતા 50 હજારથી વધુ પાસ હોલ્ડરો અને નોકરિયાતો સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. તંત્ર કે એસ.ટી. નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક બસ વ્યવસ્થા ન કરાતાં મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરી રદ થયેલી ટ્રેનોનું રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હેલ્પ ડેસ્ક શરૂ કરાયા ટ્રેન સંબંધિત માહિતી, સહાય અને માર્ગદર્શન માટે મુસાફરો આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની પણ અપીલ કરી છે. ગુજરાતને પવન સાથે મેઘરાજા ધમરોળશે, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે અને અમદાવાદ, સુરતમાં ભારે વરસાદની ભીતિ સેવવામાં આવી છે. ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ-દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વરસાદનું રોદ્ર રૂપ, 40 મિનિટમાં 4 ઈંચ:સોસાયટીઓ ડૂબી, ઓફિસ જતા લોકો ફસાયા; જ્યાં જુઓ ત્યા માત્ર પાણી અને વાહનોની લાંબી કતાર
    Next Article
    પાટણ બેંકની AGMમાં ભારે હોબાળો, પૂર્વ ચેરમેનના ગંભીર આક્ષેપો:ગેરરીતિ અને ખોટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન સુરેશ પટેલે પ્રહારો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment