Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ADR પછી આખરે એફઆઈઆર દાખલ:મહાલક્ષ્મીમાં 92 વર્ષીય ગુજરાતી વૃદ્ધાના મૃત્યુ કેસમાં પૌત્ર જિજ્ઞેશની આખરે ધરપકડ

    1 day ago

    તારદેવ પોલીસ સ્ટેશનમાં 92 વર્ષીય પાલુબેન વાલજી બાબરિયાના મૃત્યુના કેસમાં આખરે એફઆઈઆર નોંધાઈ છે. અગાઉ એડીઆર દાખલ કરાઈ હતી. આ મામલામાં પૌત્ર જિજ્ઞેશ નારાયણ બાબરિયાની પોલીસે ઝરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં 4 દિવસની કસ્ટડી આપી છે, એમ પીએસઆઈ સંતોષ દેશમુખે જણાવ્યું હતું. પાલુબેનના પુત્ર ટાભજી વાલજી બાબરિયા (58) દ્વારા ફરિયાદ કરાઈ છે, જેમાં એફઆઈઆરમાં જિજ્ઞેશ (40) સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. એફઆઈઆર મુજબ પાલુબેન તેમના પુત્રના પરિવાર સાથે રહેતાં હતાં. ફરિયાદમાં આરોપ છે કે જિજ્ઞેશને દારૂ પીવાની લત હતી અને તે અવારનવાર દારૂના નશામાં પાલુબેન સાથે ઝઘડો કરતો તથા તેમને હેરાન કરતો હતો. જિજ્ઞેશ પાલુબેનની યોગ્ય રીતે સંભાળ રાખતો ન હોવાના કારણે ફરિયાદી પુત્ર વર્ષ 2025માં પોતાની માતાને પોતાની સાથે રહેવા લઈ આવ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી જિજ્ઞેશ સામે અગાઉ ગંભીર ગુના નોંધાયેલા છે. મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતા જિજ્ઞેશે 8 ઓગસ્ટે દાદી સાથે ઝપાઝપી કરી કેટલાક સોનાના દાગીના અને રોકડ રકમ લઈ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી ઘરને લોક મારી બાજુમાં ચાવી સોંપી નાસી છૂટ્યો હતો. સાંજે પરિવારના અન્ય સભ્યો ઘરે આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. તારદેવ પોલીસે પ્રાથમિક પોર્સ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એડીઆર નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદી ટાભજીના જણાવ્યા અનુસાર પોલીસને સમગ્ર હકીકતની જાણ કરવા છતાં એડીઆર નોંધી હતી. હવે બુધવારે એફઆઈઆર નોંધી છે. ઝપાઝપીમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવા છતાં હત્યાની કલમને બદલે બિન- ઇરાદાથી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે એડવોકેટ નિલેશ ઓઝાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પરિવારજનો તરફથી હત્યા થઈ હોવાની જાણ કરાયા પછી પોલીસ હત્યાની કલમ લગાડી કેસ નોંધી શકે. જો પરિવારજનોને આ મામલે કોઈ ફરિયાદ હોય તો કોર્ટમાં અરજી કરી શકે છે. એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 105, 315 અને 351(2) સહિત કલમોનો ઉલ્લેખ છે. કલમ 105 બિન-ઇરાદાપૂર્વકની હત્યાને લગતી છે, 315ની કલમ મૃતકની મિલકત ગેરકાયદેસર કબજે કરવાને લગતી છે, જ્યારે કલમ 351 ગુનાહિત ધમકી સાથે સંબંધિત છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારનો કાયદો રાજ્યમાં લાગુ કરાશે:પેપરલીક ટાળવા પરીક્ષા પદ્ધતિમાં સુધારણા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ
    Next Article
    ધરોઇ બ્રિજનું કામ 50% પૂર્ણ:ચોમાસામાં રોડ બંધ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment