Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારનો કાયદો રાજ્યમાં લાગુ કરાશે:પેપરલીક ટાળવા પરીક્ષા પદ્ધતિમાં સુધારણા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

    1 day ago

    મહારાષ્ટ્રમાં વિવિધ સેવાભરતીઓ માટે થતી પરીક્ષાઓની પદ્ધતિમાં સર્વસમાવેશક, વધુ સુરક્ષિત અને સર્વસંમતિથી સુધારણા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાનો નિર્ણય મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસે લીધો છે. આ સમિતિએ રાજ્યમાં દરેક વિભાગમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતાં એકંદર સુધારણા બાબતે અહેવાલ રજૂ કરવાનો છે. આ બેઠકમાં ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પણ હાજર હતા. તેમણે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ્થાન વર્ષા ખાતે આયજિત વિશેષ બેઠકમાં ફડણવીસે આ નિર્દેશ આપ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય સમિતિ સામાન્ય પ્રશાસન વિભાગના વધારાનાં મુખ્ય સચિવ વી રાધાની અધ્યક્ષતામાં રહેશે. રાજ્યના પોલીસ પ્રમુખ સદાનંદ દાતે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના સચિવ વીરેંદ્ર સિંહ, પશુ સંવર્ધન વિભાગના સચિવ ડો. એન રામાસ્વામી અને નાશિક વિભાગીય આયુક્ત પ્રવીણ ગેડામનો સમાવેશ રહેશે. આ સમિતિએ દરેક મહેસૂલી વિભાગમાં જઈને વિદ્યાર્થી, શિક્ષણ સંસ્થાચાલક અને સંબંધિત ઘટકો સાથે ચર્ચા કરીને તેમના મતો જાણી લેવાના રહેશે. તેને આધારે રાજ્ય માટેનું નવું ધોરણ નક્કી થશે. હાલમાં જ કેન્દ્ર સરકારે પેપરલીક અને પરીક્ષા ગેરરીતિ સંબંધમાં સંસદમાં કાયદો પસાર કરાયો છે. મહારાષ્ટ્રનો પણ સ્વતંત્ર કાયદો છે જ. આમ છતાં સંસદે કરેલો કાયદો વધુ કઠોર હોવાથી તે મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવા સંબંધમાં આગામી પખવાડિયામાં પ્રક્રિયા કરવામાં આવે એવો નિર્દેશ પણ ફડણવીસે આપ્યો છે. રાજ્યમાં કમસેકમ 25 હજાર સુરક્ષિત ક્લાસરૂમ્સ ઊભા કરવામાં આવશે. આ વિવિધ પરીક્ષાઓમાં જિલ્લાધિકારી, પોલીસ કમિશનર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીની પણ સમન્વય ભૂમિકા, અન્ય વિવિધ દેશોમાં પરીક્ષા પદ્ધતિ, વર્તમાન પ્રક્રિયા અને તેમાંની વિવિધ સંભાવ્ય સુધારણા સહિત અનેક મુદ્દા પર આ સમયે વિગતવાર ચર્ચા થઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    બોરીવલી, પાર્લા અને ઘાટકોપર આઉટલેટમાં ખામીઓ જણાઈ:મુંબઈમાં ત્રણ ડોમિનોઝ પિઝાના આઉટલેટના લાઇસન્સ સસ્પેન્ડ
    Next Article
    ADR પછી આખરે એફઆઈઆર દાખલ:મહાલક્ષ્મીમાં 92 વર્ષીય ગુજરાતી વૃદ્ધાના મૃત્યુ કેસમાં પૌત્ર જિજ્ઞેશની આખરે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment