Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંભાત ACS કોલેજમાં પ્રવેશોત્સવ:ગુજરાતી વિભાગે ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરી

    एक दिन पहले

    ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ACS કૉલેજના હંસાબેન નવીનચંદ્ર શાહ અનુસ્નાતક ગુજરાતી વિભાગ ખાતે ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ 'પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭' અને કવિવર ઉમાશંકર જોશીની ૧૧૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન રાજેશભાઈ રાવ, CEO ડૉ. વશિષ્ઠધર દ્વિવેદી, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. અશ્વિનસિંહ ડોડિયા અને કૉલેજના આચાર્ય જે. સી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સેમેસ્ટર-૩ની વિદ્યાર્થિનીઓએ ગાયેલી પ્રાર્થનાથી થયો હતો. વિભાગના અધ્યક્ષ ડૉ. કનુભાઈ બ. બારૈયાએ શાબ્દિક સત્કાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે અનુસ્નાતક વિભાગની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ખાખસર પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશકુમાર સોલંકી મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એમ.એ. ગુજરાતીના વિદ્યાર્થીઓ સમક્ષ સર્જક ઉમાશંકર જોશીના જીવન અને કવનના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. એક ગાયક કલાકાર તરીકે તેમણે ઉમાશંકર જોશીના ગીતોનું સ્વરાંકન કરી ગાન રજૂ કર્યું હતું, જેનાથી વાતાવરણ કાવ્યમય બન્યું હતું. તેમણે નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા. કૉલેજના સ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. અશ્વિનભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી નૂતન વિદ્યાર્થીઓને આવકાર્યા અને અભિનંદન પાઠવી આશીર્વચન આપ્યા. અધ્યાપિકા સપનાબેન પરમારે પણ આ પ્રસંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કૉલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના અનુભવો વહેંચ્યા અને પ્રસંગોચિત ગીતો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર-૩ની વિદ્યાર્થિની ધરતીબેન રાઠોડ અને વિદ્યાર્થી આકાશભાઈ પરમારે કર્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. દેવયાનીબેન પારેખે સંસ્થા વતી સર્વે મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અલગ અલગ જિલ્લામાંથી 48 PSIની ગાંધીનગર IBમાં બદલી:જુઓ, સંપૂર્ણ લિસ્ટ; સવારે 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલીનો ઓર્ડર કરાયો હતો
    Next Article
    મંચુરિયનમાંથી ઉંદર નીકળતા જ ગ્રાહકના હોશ ઉડ્યા:સુરતમાં લાઇસન્સ વગર ધમધમતા ફૂડ આઉટલેટ, મનપાએ માત્ર ગંદકીની નોટિસ અને ₹1000 દંડ વસૂલી સંતોષ માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment