Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલગ અલગ જિલ્લામાંથી 48 PSIની ગાંધીનગર IBમાં બદલી:જુઓ, સંપૂર્ણ લિસ્ટ; સવારે 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલીનો ઓર્ડર કરાયો હતો

    1 day ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરાયા બાદ મોડી સાંજે પોલીસ વિભાગમાં પણ બદલીનો ઓર્ડર કરાયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 48 PSIની ગાંધીનગર IBમાં બદલી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ બેડામાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ), ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના 48 બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (UPSI/APSI) ની બદલીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે. પ્રભવ જોશીની બે મહિનામાં જ જૂનાગઢ મ્યુનિ.કમિશનર પદેથી બદલી જુનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પદેથી પ્રભવ જોશીની બે મહિનામાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમને GIDCના જોઇન્ટ એમડી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે ફરજ બજાવતા આઈ. આર. વાળાને મૂકવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રજામાં ભારે આશ્ચર્ય સાથે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રભવ જોશીએ જૂનાગઢ મનપાનો પદભાર સંભાળતાની સાથે જ તાત્કાલિક ફેરફારો શરૂ કરી દીધા હતા. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કામગીરી બાબતે અત્યંત કડક વલણ અપનાવીને તંત્રને દોડતું કર્યું હતું. મહાનગરપાલિકા અને શહેરી વિકાસમાં ફેરફાર પ્રભવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી અપાઈ છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 5 જિલ્લાઓમાં નવા DDO જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વના નિગમો અને વિભાગોમાં પણ ફેરફાર એમ. પી. પંડ્યાને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, બી. કે. જોશીને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, સી. બી. ગણાત્રાને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને પી. બી. રાઠોડને ડિરેક્ટર, સ્કિલ ડેવલપમેન્ટ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના વહીવટી તંત્રને વધુ સુગઠિત અને કાર્યક્ષમ બનાવવા માટે આ બદલીઓ અને નિમણૂકો કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ જેમીન શાહ દ્વારા સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનની તપાસ કમિટીના અધ્યક્ષની પણ ટ્રાન્સફર PGVCLના MD કેતન જોશીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO તરીકે બદલી કરવામાં આવી છે જેના કારણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના મેગા ડિમોલિશનની તપાસમાં વિક્ષેપ પડી શકે તેમ છે. કારણ કે ડિમોલિશનના બિલ અંગે તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે કેતન જોશીની નિમણુંક કરવામાં આવી હતી. હવે તેમની બદલી થતાં તપાસ કમિટીની કમાન કોને સોંપવામાં આવે છે તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ચેતન નંદાણી પાસેથી તપાસ આંચકીને કેતન જોશીને સોંપાવામાં આવી હતી. GAS કેડરના 13 અધિકારીઓની બદલી જ્યારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર, જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી, એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર, એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, જ્યારે પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CJP Protest: Jantar Mantar पहुंचे Sharad Pawar और Supriya Sule, Abhijit Dipke से मिले | Top news
    Next Article
    ખંભાત ACS કોલેજમાં પ્રવેશોત્સવ:ગુજરાતી વિભાગે ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment