Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ACPCએ બેચલર ઓફ આર્કિટેક્ચરનું પ્રિવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું:1,190 રજિસ્ટ્રેશન સામે 1,115 વિદ્યાર્થીઓને સ્થાન, 5 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે

    15 hours ago

    રાજ્યમાં બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch.)માં પ્રવેશ પ્રક્રિયાનો તબક્કો શરૂ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા વર્ષ 2026 માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું છે. તેની સાથે જ વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં સામેલ થયા છે. જ્યારે રાજ્યની 20 સંસ્થાઓમાં કુલ 760 સરકારી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 1,115 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું રાજ્યમાં બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ACPC દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 1,190 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવ્યું હતું, જેમાંથી 1,115 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે. ગયા વર્ષે 1,128 રજીસ્ટ્રેશન સામે 1,064 વિદ્યાર્થીઓ મેરિટમાં હતા, એટલે કે આ વર્ષે મેરિટમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. મેરિટમાં ગુજરાતના HSC સાયન્સ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 875 વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય રાજ્યોના 240 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 5 જુલાઈ સુધી ચોઇસ ફિલિંગ કરી શકાશે પ્રવેશ માટે NATA-2025, NATA-2026 અથવા JEE Main Paper-2ના ગુણના આધારે પ્રક્રિયા હાથ ધરાશે. જનરલના 739, EWSના 160, SEBCના 162, SCના 29 અને STના 25 વિદ્યાર્થીઓ મેરિટમાં સામેલ થયા છે. જેમાં GSEBના 420, CBSEના 405, CISCEના 47, NIOSના 28, અન્ય બોર્ડના 70 અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 145 વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે. હવે વિદ્યાર્થીઓ માટે 5 જુલાઈ સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ ચાલુ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની પસંદગીમાં ફેરફાર પણ કરી શકશે. 5 જુલાઈએ રાત્રે તમામ ચોઇસ આપોઆપ લોક થઈ જશે અને ત્યારબાદ કોઈ ફેરફાર થઈ શકશે નહીં. જે બાદ મોક રાઉન્ડનું પરિણામ 7 જુલાઈએ જાહેર કરવામાં આવશે. 760 સરકારી બેઠકો માટે પ્રવેશ ફાળવવામાં આવશે રાજ્યની કુલ 20 આર્કિટેક્ચર સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 2 ગ્રાન્ટ-ઇન-એડ સંસ્થાઓની 100 બેઠકો, 5 સેન્ટર ઓફ એક્સેલન્સ સંસ્થાઓની 167 બેઠકો અને 13 સ્વનિર્ભર સંસ્થાઓની 493 બેઠકો મળી કુલ 760 સરકારી બેઠકો માટે ACPC દ્વારા પ્રવેશ ફાળવવામાં આવશે. જ્યારે મેનેજમેન્ટ અને NRI ક્વોટાની 557 બેઠકો અલગ રહેશે. કોઈપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે ACPCએ વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઉપલબ્ધ કોલેજો અને કોર્સની ચોઇસ ભરવાની સલાહ આપી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં ગુમ થયેલી 1 લાખની સોનાની વીંટી ભરેલી બેગ મળી:પોલીસે આંધ્રપ્રદેશના યાત્રાળુનું બેગ CCTVની મદદથી શોધી પરત કર્યું
    Next Article
    નમો સ્વચ્છતા અભિયાનનો આવતીકાલથી પ્રારંભ થશે:રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ચમકશે, સિવિલથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી શરૂઆત કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment