Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમો સ્વચ્છતા અભિયાનનો આવતીકાલથી પ્રારંભ થશે:રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ચમકશે, સિવિલથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી શરૂઆત કરાવશે

    14 hours ago

    ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્યની રક્ષા કરવા અને સંભવિત રોગચાળા સામે આગોતરા પગલાં લેવાના હેતુથી ગુજરાત સરકારે એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. આવતીકાલે 1 જુલાઈને બુધવારના રોજ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત રાજ્યવ્યાપી સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવશે. હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ કરી CM કરાવશે ડિજિટલ પ્રારંભ આ મહાઅભિયાન ખાસ કરીને રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને કેન્દ્રમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. સવારે કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાત લેશે. તેઓ અહીં સ્થાપિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, હોસ્પિટલ પરિસરમાં પ્રતીક સફાઈ કરીને આ આખા રાજ્યમાં ચાલનારા અભિયાનની શરૂઆત કરાવશે. ત્યારબાદ, સિવિલ હોસ્પિટલના GMERS ઓડિટોરિયમ હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવાનો હેતુ ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા ફેલાવવાનો ભય વધી જતો હોય છે. આવા સમયે જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે તેવા આરોગ્ય કેન્દ્રો જ સૌથી વધુ સ્વચ્છ, સુરક્ષિત અને જંતુમુક્ત હોવા અનિવાર્ય છે. આ જ ઉદ્દેશ્ય સાથે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના છેવાડાના ગામડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC), જિલ્લા હોસ્પિટલો અને તમામ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલોના કેમ્પસમાં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. જનભાગીદારીથી થનારા શ્રમદાનમાં આ બાબતો પર મુકાશે ભાર સરકારના આ સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાનમાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ, સ્થાનિક સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો, તબીબી સ્ટાફ અને સામાન્ય નાગરિકો પણ જોડાઈને શ્રમદાન કરશે. અભિયાન દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવશે: ગુજરાત સરકારના આ સમયસરના અને સરાહનીય પગલાથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ વધુ સુદ્રઢ બનશે અને ચોમાસા દરમિયાન રોગચાળાના ગ્રાફને નિયંત્રણમાં રાખવામાં મોટી મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    ACPCએ બેચલર ઓફ આર્કિટેક્ચરનું પ્રિવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું:1,190 રજિસ્ટ્રેશન સામે 1,115 વિદ્યાર્થીઓને સ્થાન, 5 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે
    Next Article
    જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો:25થી વધુ કંપનીઓ અને 500થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment