Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક પોલીસની દાદાગીરી? દંડો મારતા બાઈક ચાલક પડ્યો:ACPએ કહ્યું- ગભરામણમાં બ્રેક વાગી ગઈ,'પ્રોપર યુનિફોર્મ વિના ટ્રાફિક કર્મી દેખાય તો અમને જણાવો, સસ્પેન્ડ કરીશું'

    9 hours ago

    સુરતના અલ્થાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વાહન ચેકિંગ દરમિયાન બાઈક ચાલક રોડ પર પટકાતા વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં બાઈક ચાલકે આક્ષેપ કર્યો છે કે, પોલીસે બાઇકના વ્હીલમાં દંડો મારતા તે પડી ગયો હતો, જ્યારે ટ્રાફિક પોલીસના ACPએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, પોલીસને જોઈને ગભરામણમાં વાહન ચાલકથી બ્રેક લાગી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, ફરજ પર હાજર પોલીસ કર્મીઓ પ્રોપર યુનિફોર્મમાં નહોતા. કોઈએ કેપ પહેરી નહોતી તો કોઈના યુનિફોર્મ પર નેમ પ્લેટ નહોતી. આ ગંભીર બેદરકારી મામલે ઉચ્ચ અધિકારીએ કડક શબ્દોમાં સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. બાઈક ચાલક અને પોલીસના દાવામાં વિરોધાભાસ પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરે બારેક વાગ્યાની આસપાસ અલ્થાણ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના ચાર જવાનો હેલ્મેટ વિનાના અને રોંગ સાઈડ આવનાર લોકોને દંડવા ઊભા હતા. આ દરમિયાન એક બાઈક ચાલક ત્યાંથી પસાર થતો હતો. બાઈક ચાલકનો દાવો છે કે પોલીસે તેને રોકવા માટે દંડાનો ઉપયોગ કર્યો અને દંડો સીધો વ્હીલમાં મારતા તે બેલેન્સ ગુમાવી બેઠો અને રસ્તા પર પટકાયો હતો, જેમાં તેને ઈજાઓ અને મચકોડ આવી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે વાહન ચાલક પોલીસને જોઈને ડરી ગયો હતો અને અચાનક બ્રેક મારતા આ ઘટના ઘટી છે. પ્રોપર યુનિફોર્મ અને નેમ પ્લેટ વિના ફરજ બજાવતા કર્મીઓ શહેરમાં મોટાભાગે ટ્રાફિક પોલીસ કર્મીઓ હાથમાં દંડા લઈને ઊભા નજર આવે છે, પરંતુ તેઓ પોલીસ વિભાગના નિયમ મુજબ પ્રોપર યુનિફોર્મમાં હોતા નથી. અલ્થાણની આ ઘટનામાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે, ચારથી પાંચ પોલીસ કર્મીઓ હાથમાં દંડા લઈને દંડની કાર્યવાહી તો કરી રહ્યા હતા, પરંતુ તેઓએ માથા પર પોલીસની કેપ પહેરી નહોતી અને કેટલાકના શર્ટ પર નેમ પ્લેટ પણ ગાયબ હતી. નિયમ મુજબ વાહન ચાલકોને રોકવા માટે દંડાનો ઉપયોગ સીધી રીતે કરવો જોખમી સાબિત થઈ શકે છે. ACP ટંડેલનું નિવેદન: ‘આ એક દુઃખદ ઘટના છે’ આ ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક ACP ટંડેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ અમે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. પોલીસે અટકાવવા જતા ચાલકને ઉશ્કેરાટ અને ગભરામણ અનુભવાઈ હતી. બહુ જ દુઃખદ છે કે આ રીતે કોઈ વાહન ચાલક પડી જાય. જોકે, ચાલકે અમારી સમક્ષ કબૂલાત કરી છે કે તેને હેઝિટેશન થઈ ગયું હતું અને પોલીસને જોઈને આગલી બ્રેક મારી દેતા એક્સિલરેટર અપાઈ ગયું હતું, જેના કારણે તે પડી ગયો હતો. હાલ આ મામલે અલથાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે." “યુનિફોર્મ ન હોય તો સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે” ટ્રાફિક પોલીસના યુનિફોર્મ મુદ્દે વાત કરતા ACP ટંડેલે કડક વલણ અપનાવ્યું હતું. તેઓએ સ્વીકાર્યું હતું કે, "ઘણી વખત આવા વીડિયોઝ અમારા ધ્યાન પર આવ્યા છે, જેમાં કર્મચારીઓ પ્રોપર યુનિફોર્મ વિના ફરજ બજાવતા હોય. આવા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અમે આવા કેસમાં રિપોર્ટિંગ કરી સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરીએ છીએ. આવા કોઈ પણ કર્મચારીઓને ચલાવી લેવામાં આવશે નહીં." લોકો જોગ અપીલ: સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરો અંતમાં ACP ટંડેલે સુરતની જનતાને અપીલ કરતા એક મહત્વનું ક્વોટ આપ્યું હતું. તેઓએ કહ્યું, "જો ટ્રાફિક પોલીસનું સારું અને સુદ્રઢ યુનિફોર્મ તથા ટર્ન આઉટ હોય તો લોકો પર તેની માનસિકતા ખુબ સારી થતી હોય છે. પરંતુ જો કર્મચારી પ્રોપર કેપમાં કે યુનિફોર્મમાં ન હોય તો પોલીસની છબી ખરડાતી હોય છે. જો કોઈ ટ્રાફિક કર્મી તમને પ્રોપર યુનિફોર્મમાં ન દેખાય તો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી અમને ૧૦૦% જાણ કરો, અમે આવા કર્મચારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીશું."
    Click here to Read More
    Previous Article
    2 ઓક્ટોબરથી ટેકાના ભાવે પાક વેચાણ માટે નોંધણી શરૂ:ખરીફ સિઝન 2026-27 માટે ડાંગર, મકાઈ સહિતના પાકોની ખરીદી થશે
    Next Article
    રાજકોટમાં દસ્તાવેજોની નોંધણીમાં 15 ટકાનો ઘટાડો!:સપ્ટેમ્બરમાં 12,524 મિલકતોનું વેંચાણ જે ઓગસ્ટ કરતા 1,440 ઓછા, રૂ.74.41 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment