Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દસ્તાવેજોની નોંધણીમાં 15 ટકાનો ઘટાડો!:સપ્ટેમ્બરમાં 12,524 મિલકતોનું વેંચાણ જે ઓગસ્ટ કરતા 1,440 ઓછા, રૂ.74.41 કરોડની આવક

    10 hours ago

    રાજકોટ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં મિલકતોના ખરીદ વેચાણમાં મંદી જોવા મળી હતી. સપ્ટેમ્બર માસમાં 12,524 મિલકતોનું વેચાણ થયું હતું. જે ઓગસ્ટ માસની તુલનામાં 1440 ઓછા છે. જોકે શ્રાધ્ધ પક્ષ ચાલી રહ્યું હોવાના કારણે લોકો મિલકત ખરીદી કે વેચાણ ઓછું કરે છે. સપ્ટેમ્બર માસમાં દસ્તાવેજોની નોંધણી થકી રાજય સરકારને દસ્તાવેજ ફી અને સ્ટેમ્પ ડયુટી પેટે રૂ.74.41 કરોડથી વધુની આવક થઈ હતી. સપ્ટેમ્બર માસમાં મિલકતોના વેચાણમાં ઘટાડો રાજકોટ શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસની તુલનામાં સપ્ટેમ્બર માસમાં મિલકતોના વેચાણમાં ઘટાડો થયો છે. રાજકોટ શહેરમાં મિલકતની લે-વેચમાં 15 ટકા અને સમગ્ર જિલ્લામાં 13 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં 1,440 દસ્તાવેજ ઓછા નોંધાયા છે. જેના કારણે સરકારી તંત્રની આવકમાં કરોડો રૂપિયાનું ગાબડું પડ્યું છે.મિલકતની નોંધણી માટે રાજકોટ શહેરમાં 8 અને જિલ્લામાં દસ સબ રજિસ્ટાર કચેરીઓ આવેલી છે. ઓગસ્ટ મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14,453 દસ્તાવેજો નોંધાયા હતા. રતનપર વિસ્તારમાં 17.60% નો ઘટાડો થયો રાજકોટ જિલ્લામાં સરેરાશ 13 થી 14 હજાર દસ્તાવેજની દર મહિને નોંધણી થતી હોય છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા દસ્તાવેજોની વિગત જોઈએ તો ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં શહેરમાં 9821થી ઘટીને 7941 દસ્તાવેજ થયા છે. મોરબી રોડ પર 701 દસ્તાવેજોનો ઘટાડો નોંધાયો છે જે 27.63% જેટલો થાય છે. રતનપર વિસ્તારમાં 166 દસ્તાવેજ ઓછા થતાં 17.60% નો ઘટાડો થયો છે. રૈયા વિસ્તારમાં 174 દસ્તાવેજ ઘટીને 17.63% ઘટાડો દર્શાવે છે. મવડીમાં 118 દસ્તાવેજ ઓછા થતાં 13.71% અને કોઠારીયામાં 43 દસ્તાવેજો ઘટીને 4.66% નો ઘટાડો થયો છે. તાલુકામાં ખેતીના દસ્તાવેજોમાં 11.71% નો વધારો જોકે રાજકોટ તાલુકામાં ખેતીના દસ્તાવેજોમાં 11.71% નો વધારો નોંધાયો છે. રાજકોટ તાલુકામાં માત્ર ખેતીના દસ્તાવેજોની નોંધણી થતી હોવાથી રાજકોટ આસપાસ ખેતીની જમીનમાં મોટાપાયે સોદા થયા છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં જેવા કે ગોંડલમાં 1067, લોધિકામાં 605, કોટડાસાંગાણીમાં 472, વિંછીયામાં 89, પડધરીમાં 211, જામકંડોરણામાં 87, જેતપુરમાં 638, ઉપલેટામાં 436, ધોરાજીમાં 280 અને જસદણમાં 371 દસ્તાવેજો નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક પોલીસની દાદાગીરી? દંડો મારતા બાઈક ચાલક પડ્યો:ACPએ કહ્યું- ગભરામણમાં બ્રેક વાગી ગઈ,'પ્રોપર યુનિફોર્મ વિના ટ્રાફિક કર્મી દેખાય તો અમને જણાવો, સસ્પેન્ડ કરીશું'
    Next Article
    India A 28/1 At Stumps, Need 337 More Runs To Beat Australia A In Second Four-Day Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment