Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ACBએ લાંચ લેતા વચેટીયાને ઝડપ્યો:લાયસન્સ માટે ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો, ફિશરિઝ કચેરીમાં ટ્રેપ

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એક મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે, જ્યાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા ફિશરિઝ કચેરીમાં ટ્રેપ ગોઠવી લાંચ લેતા વચેટીયાને રંગેહાથ ઝડપવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રો માંથી માહિતી મળી રહી છે. લાયસન્સ કાઢી આપવા મુદ્દે 10 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોરબંદર ACB ની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. સૂત્રો ની માહિતી અનુસાર, ફિશરિઝ વિભાગમાં સબસીડી, સહાય, લાયસન્સ અને ફિશિંગ બોટના કોલ જેવા વિવિધ કામોમાં લાંબા સમયથી લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ ACB એ સૂત્રો મારફતે માહિતી એકત્ર કરી અને આખરે ટ્રેપ ગોઠવી વચેટીયાને જાળમાં ફસાવ્યો હતો. ઝડપાયેલા યુવકની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાંથી ફિશરિઝ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના સંડોવણી અંગે મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ACB હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે, જેથી સમગ્ર ભ્રષ્ટાચારના જાળને બહાર લાવી શકાય. આ ઘટનાએ ફિશરિઝ વિભાગમાં કામ કરતા લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. ટ્રેપ બાદ અનેક અધિકારીઓ અને કર્મચારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે, અને આવનારા દિવસોમાં વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. વેરાવળમાં થયેલી આ કાર્યવાહી માત્ર એક ટ્રેપ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચાર સામે ACB ની કડક વલણનું પ્રતિબિંબ પણ છે. સામાન્ય નાગરિકોને ન્યાય મળે અને સરકારી કામોમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે નજર ACB ની આગળની કાર્યવાહી પર છે—શું આ તપાસથી મોટા માછલીઓ બહાર આવશે કે નહીં, તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાંથી પ્રથમ વખત ઝડપાયો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો:સામાન્ય ગાંજા કરતા અતિ તીવ્ર અને MD ડ્રગ્સ જેટલુ નશાનું પ્રમાણ હાઈબ્રીડ ગાંજામાં હોય છે જેની એક કિલોગ્રામની કિંમત રૂ.35 લાખ છે
    Next Article
    મોબાઈલ ચોરોનું હવે આવી બનશે:ક્રાઈમ બ્રાન્ચના 61 જવાનો સજ્જ, ગુમ થયેલા ફોન શોધવા સેન્ટ્રલ પોર્ટલ થયું અપગ્રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment