Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ACB ટ્રેપ:લાંચ લેતા વચેટિયો ઝડપાયો, ASI ફરાર

    10 hours ago

    બોટાદમાં ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ASI જયેશભાઈ જાખણીયા વતી રૂ. 10,000ની લાંચ લેતા વચેટિયા નિલેશભાઈ ઉર્ફે લાલો ભરાડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ASI જયેશભાઈ જાખણીયા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં રાહત આપવા અને ખોટી રીતે હેરાનગતિ ન કરવા માટે ASI જયેશભાઈ જાખણીયાએ રૂ. 30,000ની લાંચની માંગણી કરી હતી. વાટાઘાટના અંતે રૂ. 10,000 લેવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરીને ભાવનગર ACBનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન, વચેટિયા નિલેશભાઈએ પાળિયાદ ખાતે મહાદેવ ફર્નિચર સામે રૂ. 10,000 સ્વીકાર્યા કે તરત જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, આ સમયે ASI જયેશભાઈ જાખણીયા સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વચેટિયા નિલેશભાઈની ધરપકડ બાદ તેમણે ASI સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતમાં લાંચની બાબતને સમર્થન મળ્યું હતું, જેનાથી બંને આરોપીઓની આ કેસમાં સંડોવણી સ્પષ્ટ થઈ હતી. ભાવનગર ACB દ્વારા આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    26 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, આપઘાતનું કારણ અકબંધ; સેક્ટર-6ના વીર ભગતસિંહ નગરનો બનાવ
    Next Article
    સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન, એકની ધરપકડ:સુરેન્દ્રનગર SOGએ પાટડીના ઝેઝરી ગામના રહેવાસી સામે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment