Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, આપઘાતનું કારણ અકબંધ; સેક્ટર-6ના વીર ભગતસિંહ નગરનો બનાવ

    11 hours ago

    ગાંધીનગરના સેક્ટર-6 માં આવેલ વીર ભગતસિંહ નગરમાં ગઈકાલે રાતે બે સંતાનોની માતાએ રૂમમાં પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. રાત્રે જમી પરવારીને વહુ અને સાસુ નીચે સોસાયટીમાં આંટો મારવા નીક્ળ્યા હતા. બાદમાં એકાએક પરણિતાએ ઘરે આવીને આપઘાત કરી લેતા સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂમ બંધ કરી પંખામાં લટકી જિંદગી ટૂંકાવી ગાંધીનગરના સેક્ટર-6 ખાતેના વીર ભગત સિંહ નગરમાં વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ ધોળકાના અલ્પેશભાઈ સોનારાના લગ્ન સાડા સાતેક વર્ષ અગાઉ સ્નેહલબેન(ઉંમર 26) સાથે થયા હતા. ગાંધીનગરના વીર ભગતસિંહ નગરના સી-1 ટાઇપ મકાન નંબર 604 માં રહેતા રહેતા અલ્પેશભાઈ GUDAમાં નોકરી કરે છે. આ લગ્ન જીવનથી દંપતીને છ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો દીકરો છે. સ્કૂલમાં વેકેશન હોવાથી દીકરી તેની માસીને ઘરે રહેવા ગઈ છે. ગઈકાલે શુક્રવારે જમી પરવારીને સ્નેહલબેન દીકરાને લઈ સાસુ સાથે નીચે સોસાયટીમાં આંટો મારવા માટે ગયા હતા. એ વખતે તેમનો દિયર અજય ઘરે એકલો હતો. જે પ્રાઇવેટ સિક્યુરિટી માં નોકરી કરે છે. બાદમાં રાતે દસેક વાગ્યાના અરસામાં સ્નેહલબેન દીકરાને લઈને ઘરે ગયા હતા. એ વખતે દિયર અજય એક રૂમમાં મોબાઇલ જોઈ રહ્યો હતો. એટલે પાંચ વર્ષના દીકરાને દિયર પાસે મોબાઇલ જોવા રાખીને સ્નેહલબેને સફાળા બીજા રૂમમાં ઘૂસી જઈને જોરથી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારે અચાનક ભાભી ગુસ્સામાં રૂમમાં જતા રહીને અંદરથી દરવાજો બંધ કરી દેતા અજયને શંકા ગઈ હતી. જેથી તેણે રૂમનો દરવાજો ખોલાવવા ઘણી મથામણ કરી બૂમાબૂમ કરી મૂકી હતી. જેના પગલે આસપાસના પડોશીઓ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન કોઈ પાડોશીએ પોતાના ઘરેથી નજર કરતા સ્નેહલબેન રૂમમાં પંખે ગળાફાંસો ખાવાની તૈયારી કરતા હોવાનું જોવા મળ્યું હતું. જેના પગલે વસાહતીઓએ એકઠા થઈ બળ પ્રયોગ કરીને રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો સ્નેહલબેને પંખે લટકીને જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા સ્નેહલબેનના પતિ અલ્પેશભાઈ પણ ઘરે દોડી આવ્યા હતા. બાદમાં 112 માં જાણ કરવામાં આવતા સેક્ટર 7 પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશને નીચે ઉતારી પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. આપઘાત પાછળનું કારણ અકબંધ આ અંગે સેકટર 7 પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, ઘટના સમયે અલ્પેશભાઈ ઘરે હાજર ન હતા. વિધવા સાસુ અને વહુ જમી પરવારીને નીચે આંટો મારવા ગયા હતા. બાદમાં એકાએક સ્નેહલબેનને લઈ ઘરે ગયા હતા. અને દિયર પાસે દRકરાને રાખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલમાં પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી ચાલી રહી છે.પરિવારમાં શોકનો માહોલ હોવાથી પિયરીયા અને સાસરિયાના નિવેદનો બાકી છે.પ્રાથમિક રીતે ઘર કંકાસના લીધે સ્નેહલબેને પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. તોય ચોક્કસ કારણ પરિવારની પૂછતાછ પછી જાણી શકાશે. લગ્ન ગાળો ટૂંકો હોવાથી કેસની તપાસ ડીવાયએસપી ધ્વારા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિ.પંચાયત પ્રમુખપદે પૂર્વ કોંગી પ્રમુખ રેસમાં:34 જિલ્લા પંચાયત, 12 તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ નક્કી કરવા સેન્સ લેવાઈ : જિ. ભાજપ પ્રમુખ ઢોલરિયા આઉટ ઓફ સ્ટેશન
    Next Article
    બોટાદમાં ACB ટ્રેપ:લાંચ લેતા વચેટિયો ઝડપાયો, ASI ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment