Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિ.પંચાયત પ્રમુખપદે પૂર્વ કોંગી પ્રમુખ રેસમાં:34 જિલ્લા પંચાયત, 12 તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ નક્કી કરવા સેન્સ લેવાઈ : જિ. ભાજપ પ્રમુખ ઢોલરિયા આઉટ ઓફ સ્ટેશન

    12 hours ago

    રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 34 જિલ્લા પંચાયત, 12 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા, દંડક અને કારોબારી અધ્યક્ષ તરીકેના નામો નક્કી કરવા માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ રાકેશ શાહ, પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ કૌશલ્યકુંવરબા તેમજ પૂર્વ પ્રદેશ આમંત્રિત સભ્ય રાજેન્દ્ર પટેલ (આર. સી.) ઉપસ્થિત રહી સેન્સ લઈ રહ્યા છે. જોકે આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા આઉટ ઓફ સ્ટેશન હોવાથી હાજર રહ્યા ન હતા. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદની રેસમાં પૂર્વ કોંગી પ્રમુખ અર્જુન ખાટરીયા રેસમાં છે. આજે 2 મે ના તાલુકા પંચાયત તો 3 મે ના જિલ્લા પંચાયતના પ્રમુખ - ઉપપ્રમુખ સહિત 5 હોદ્દેદારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લા ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત 36 માંથી 34 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં અને તેમાં ગોંડલ નગરપાલિકાની 44 બેઠક આવી છે ત્યારે પ્રદેશમાંથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લેવા માટે આવ્યા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક માટે આ સેન્સ લેવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBC અનામત છે. જેથી અહીં જિલ્લા પંચાયતના પૂર્વ કોંગી પ્રમુખ અર્જુન ખાટરીયા, ભારતીબેન હુંબલ, કુંદનબેન માવલ, જલ્પાબેન મકવાણા, સામત બાંભવા, દિલીપ સરવૈયા, શ્રદ્ધાબેન મકવાણા, સંજય પીપળીયા, કંચનબેન રાજપરા એમ 9 ઉમેદવારો રેસમાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં ઉપલેટામાં OBC, ધોરાજીમાં OBC સ્ત્રી, જામકાંડોરણામાં સામાન્ય, જેતપુરમાં સામાન્ય સ્ત્રી, ગોંડલમાં સામાન્ય, કોટડાસાંગાણીમાં સામાન્ય, લોધિકામાં સામાન્ય, રાજકોટમાં અનુસૂચિત જાતિ સ્ત્રી, પડધરીમાં સામાન્ય સ્ત્રી, જસદણમાં સામાન્ય સ્ત્રી, વિંછીયામાં OBC સ્ત્રી અને ગોંડલ નગરપાલિકામાં OBC સ્ત્રી પ્રમુખ બનશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ધરમપુર ચોકડી પાસે પિકઅપ પલટી:લાખોની કેરીઓ રસ્તા પર વેરાઈ, ચાલકનો આબાદ બચાવ
    Next Article
    26 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, આપઘાતનું કારણ અકબંધ; સેક્ટર-6ના વીર ભગતસિંહ નગરનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment