Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ધરમપુર ચોકડી પાસે પિકઅપ પલટી:લાખોની કેરીઓ રસ્તા પર વેરાઈ, ચાલકનો આબાદ બચાવ

    12 hours ago

    વલસાડના ધરમપુર ચોકડી નજીક એક પિકઅપ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ ટેમ્પોમાં લાખો રૂપિયાની કેરીઓ ભરેલી હતી, જે અકસ્માત બાદ રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડથી કેરીનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહેલા આ પિકઅપ ટેમ્પોને ધરમપુર ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા એક પશુને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોમાં ભરેલી કેસર અને હાફૂસ કેરીના બોક્સ ફાટી ગયા હતા. પરિણામે, લાખો રૂપિયાની કિંમતની કેરીઓ નેશનલ હાઈવે પર વિખેરાઈ ગઈ હતી. ઘટના સ્થળે અકસ્માત જોઈને આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે રસ્તા પર વેરાયેલી કેરીઓ ભેગી કરીને એકતરફ કરી હતી, જેથી વાહનવ્યવહારમાં અવરોધ ન પડે. પલટી ગયેલા પિકઅપ ટેમ્પોને પણ રોડની સાઈડ પર ખસેડવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો. આ અકસ્માતમાં પિકઅપ પલટી મારી જવા છતાં ચાલક અને તેમાં સવાર અન્ય કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. મોટી જાનહાનિ ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, કેરીનો મોટો જથ્થો બગડી જતાં વેપારીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પરિણામ પહેલાં જ TMCને ઝટકો:TMCએ સુપ્રીમમાં અરજી કરી હતી- મત ગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓ ન હોવા જોઈએ; સુપ્રીમે અરજી ફગાવી દીધી
    Next Article
    રાજકોટ જિ.પંચાયત પ્રમુખપદે પૂર્વ કોંગી પ્રમુખ રેસમાં:34 જિલ્લા પંચાયત, 12 તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ નક્કી કરવા સેન્સ લેવાઈ : જિ. ભાજપ પ્રમુખ ઢોલરિયા આઉટ ઓફ સ્ટેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment