Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રીટલાઈટ ટેન્ડર કૌભાંડમાં અધિકારીઓ સામે ACBએ તપાસની મંજૂરી માંગી:નીચા ભાવના ટેન્ડર રદ્દ કરવા મામલે તપાસનો ગાળિયો કસ્યો,પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 સામે કાર્યવાહીની શક્યતા

    8 hours ago

    સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવીને શહેરીજનો અને ઇજારદારોને પરેશાન કરતા અધિકારીઓ સામે આખરે ACB એક્શનમાં આવી છે. રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગે સુરત મનપાના 5 અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મામલે તપાસની મંજૂરી માગી છે. ACBના નિયામકે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને મંજૂરી માંગતા પાલિકાના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી નેતાઓ દ્વારા થતી ફરિયાદોને ગંભીરતાથી ન લેવાતી હોવા છતાં, હવે આ પ્રકરણમાં સત્તાવાર ગુનો દાખલ થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. સ્ટ્રીટલાઈટ ટેન્ડરમાં મોટા ખેલની ફરિયાદ આ સમગ્ર પ્રકરણ વર્ષ 2019ના સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સ અને એલ.ઈ.ડી. સપ્લાયના 4 ટેન્ડરો સાથે જોડાયેલું છે. ઇજારદાર ગોપાલ લાંબાએ 4 ટેન્ડરોમાં સૌથી ઓછો ભાવ ભર્યો હોવા છતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટી રીતે આ ટેન્ડરોને દફતરે કરી દીધા હતા. આ અંગે ઇજારદારે ACBમાં ભ્રષ્ટ રીતરસમો બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેની લાંબી તપાસ બાદ, તમામના નિવેદનો નોંધીને ACBની સુરત કચેરીએ વડી કચેરીને વિસ્તૃત અહેવાલ મોકલ્યો હતો. જેના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ તપાસની મંજૂરી માંગવામાં આવી છે. 5 અધિકારીઓ સામે લટકતી તલવાર, કમિશનર લેશે નિર્ણય ACBએ તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણ, નિવૃત્ત એડિશનલ સિટી ઇજનેર કે.એચ. ખતવાણી, નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર કિરીટ સુવર્ણકાર, ડેપ્યુટી ઇજનેર રોહિત પટેલ અને ડેપ્યુટી ઇજનેર કે.ટી. પટેલ સામે તપાસ કરવાની મંજૂરી માંગી છે. આ 5 અધિકારીઓમાંથી જયેશ ચૌહાણ અને કે.એચ. ખતવાણી નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે કિરીટ સુવર્ણકારે રાજીનામું આપ્યું છે. કે.ટી. પટેલ હાલ હાઇડ્રોલિક વિભાગમાં છે. હવે પાલિકાના નવા કમિશનર રાજકુમાર બેનિવાલ આ કૌભાંડી અધિકારીઓ સામે તપાસ માટે મંજૂરી આપે છે કે કેમ, તેના પર જ તેમનું ભવિષ્ય નિર્ભર છે. પૂર્વ વિજિલન્સ ઓફિસરના જૂના પાપ પણ સામે આવ્યા આ કૌભાંડમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણની થઈ રહી છે. અગાઉ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના 1 ટેન્ડર વિવાદમાં પણ તેમણે તત્કાલિન કમિશનર શાલિની અગ્રવાલના દબાણમાં આવીને નિર્દોષ કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ વિરુદ્ધ પાયાવિહોણો રિપોર્ટ તૈયાર કરી તેમને સસ્પેન્ડ કરાવ્યા હોવાનો આક્ષેપ છે. જેમાં 1 પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત થયો ન હતો. હવે જ્યારે ACBની રડારમાં જયેશ ચૌહાણ સીધા જ આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના બજારમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર:નોટબુક-પેન ખરીદવા ગઈ હતી; આરોપીએ દુકાનની અંદર હાથ-પગ બાંધીને યૌનશોષણ કર્યું; 56 વર્ષના આરોપીની ધરપકડ
    Next Article
    મુંબઈ BMW અકસ્માતમાં અમદાવાદના ગજ્જર પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો:નવરંગપુરાની સોસાયટીમાં શોકનો માહોલ, ઘર આસપાસ સન્નાટો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment