Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ BMW અકસ્માતમાં અમદાવાદના ગજ્જર પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો:નવરંગપુરાની સોસાયટીમાં શોકનો માહોલ, ઘર આસપાસ સન્નાટો

    7 hours ago

    મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે ઝડપી ગતિએ દોડતી BMW ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે જઈ પડી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા હતા. જેમાં કાર ચલાવનારો યુવક શનાય ગજ્જર અમદાવાદનો છે. તે મુંબઈમાં અભ્યાસ કરતો હતો અને પરિવારનો એકનો એક દીકરો હતો. શનાય ગજ્જરનું ઘર નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીમાં, SP સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન નજીક સામવેદ હોસ્પિટલની સામે આવેલું છે. દિવ્ય ભાસ્કર જ્યારે સોસાયટીમાં પહોંચ્યું ત્યારે શનાયના પરિવારના ઘરે આસપાસ શોકનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીમાં અંદાજે 20થી 25 જેટલી મહિલાઓ ખુરશીઓ પર બેઠેલી જોવા મળી હતી, જ્યારે કોઈ પુરુષ નજરે પડ્યો નહોતો. પરિવારના સભ્યો મુંબઈ ગયા હોવાની સ્થિતિમાં સોસાયટીમાં મહિલાઓ ઘણી આઘાતમાં બેઠેલી જોવા મળી હતી. અકસ્માતમાં શનાય ઉપરાંત ધૈર્ય શેઠ અને આદિત્ય જાકસણિયાનું પણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવક સારવાર હેઠળ છે. શનાયના પિતા અને પરિવારના અન્ય પુરુષો પણ પુત્રના મૃતદેહની કાર્યવાહી માટે મુંબઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રીટલાઈટ ટેન્ડર કૌભાંડમાં અધિકારીઓ સામે ACBએ તપાસની મંજૂરી માંગી:નીચા ભાવના ટેન્ડર રદ્દ કરવા મામલે તપાસનો ગાળિયો કસ્યો,પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 સામે કાર્યવાહીની શક્યતા
    Next Article
    વેરાવળમાં યુવાઓએ લીધો નશામુક્ત ભારતનો સંકલ્પ:સરકારી વિજ્ઞાન કોલેજમાં 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' કાર્યક્રમ; સિગ્નેચર વોલ પર કર્યા હસ્તાક્ષર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment