Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બંગલાના પહેલા માળે ACમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ:વૃદ્ધા સહિત 5 સભ્યોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે 2 લાખ રોકડા સલામત બહાર કાઢ્યા

    11 hours ago

    સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીના એક બંગલામાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. બંગલાના પહેલા માળે આવેલા બેડરૂમમાં ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં રૂમમાં રહેલું ફર્નિચર, બેડ અને કપડાં સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, સદનસીબે પરિવારના 5 સભ્યો સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને પગલે સુરક્ષિત બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ટીમે કબાટમાં રહેલી આશરે 2 લાખની રોકડ રકમ પણ સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી. અચાનક પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અડાજણ જલારામ સોસાયટી સ્થિત બંગલો નંબર 35માં આજે બપોરે આશરે 1:38 વાગ્યે અચાનક પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. સ્થાનિકો અને પરિવારે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ તેમજ સ્થાનિક PCRને જાણ કરી હતી. કોલ મળતાં જ અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનની ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સંપત સુથારના નેતૃત્વમાં જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવવા GEBના હાર્દિક પટેલ સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પરિવારના 5 સભ્યો હાજર હતા, 2 સભ્યો બહાર હોવાથી બચાવ થયો ઘટના સમયે ઘરમાં કિંજલબેન દલાલ (ઉં.વ. 40), પારુલબેન દલાલ (ઉં.વ. 72), અનસૂયાબેન દલાલ (ઉં.વ. 92), નંદિનીબેન (ઉં.વ. 15) અને 6 વર્ષીય માસૂમ રિયાન હાજર હતા. આગ લાગતાં જ ઘરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ સભ્યોને સમયસર ઘરની બહાર સુરક્ષિત કાઢી લેવાયા હતા. જ્યારે પરિવારના અન્ય બે સભ્યો પુષ્કરભાઈ દલાલ અને પૂરવભાઈ દલાલ તે સમયે કામકાજ અર્થે બહાર હોવાથી બચી ગયા હતા. બેડરૂમનો સામાન ખાખ, ફાયર ટીમે 2 લાખ રોકડા પરત કર્યા આગ એટલી પ્રચંડ હતી કે પહેલા માળના બેડરૂમમાં રાખેલો બેડ, કપડાં અને લાકડાનું તમામ ફર્નિચર સંપૂર્ણપણે બળી ગયું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર ફાઈટરોએ અંદર પ્રવેશી તપાસ હાથ ધરી હતી. રૂમમાં રાખેલા કબાટમાંથી સુરક્ષિત રહેલો સામાન અને આશરે ₹2 લાખ જેટલી રોકડ રકમ ફાયર ઓફિસર સંપત સુથાર અને તેમની ટીમ દ્વારા પરિવારજનોને સહીસલામત પરત સોંપવામાં આવી હતી. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં આગ આખા બંગલામાં ફેલાતી અટકી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    કેનેડાના વર્ક વિઝા અને હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ:વડોદરાની મહિલા સાથે 1.70 લાખ રૂપિયાની છેતરપિંડી, ઠગે વિદેશ મોકલવાની લાલચ આપી ખોટા વિઝા અને ઓફર લેટર પધરાવીને રૂપિયા પડાવી લીધા
    Next Article
    આદર્શ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો:વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમ્યા, વિજેતાઓને ઇનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment