Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાના વર્ક વિઝા અને હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ:વડોદરાની મહિલા સાથે 1.70 લાખ રૂપિયાની છેતરપિંડી, ઠગે વિદેશ મોકલવાની લાલચ આપી ખોટા વિઝા અને ઓફર લેટર પધરાવીને રૂપિયા પડાવી લીધા

    11 hours ago

    વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાની દીકરીને કેનેડામાં વર્ક વિઝા અપાવી હોસ્પિટલમાં કેશિયરની નોકરી અપાવવાની લાલચ આપીને લોન પડાવી લીધા છે. આરોપીએ વિઝા અને હોસ્પિટલનો ઓફર લેટર આપ્યો હતો, પરંતુ પરિવાર દ્વારા તપાસ કરાવતાં બંને દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આરોપીએ રૂ. 2.50 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ. 1.70 લાખ પરત નહીં આપી સંપર્ક કાપી નાખ્યો હતો. આ મામલે દીપા નરેશ ફુલવાનીએ આરોપી સેલ્વીન મેકવાન ઉર્ફે લિયો ક્રિશ્ચન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરના વારસિયા વિસ્તારમાં આવેલી એસ.કે. કોલોનીમાં રહેતાં દીપા નરેશ ફુલવાનીના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2021માં તેમની દીકરી ઉષાને કેનેડા નોકરી માટે જવાનું હોવાથી ટ્યુશન ક્લાસનાં શિક્ષિકા શીતલ ફિલિપ્સને આ અંગે વાત કરી હતી. શીતલબેને સેલ્વીન મેકવાન ઉર્ફે લિયો ક્રિશ્ચનનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ પ્રતાપગંજ સ્થિત શીતલ ફિલિપ્સના ઘરે મુલાકાત દરમિયાન આરોપીએ દીકરીને કેનેડાના વર્ક વિઝા અપાવવાની અને હોસ્પિટલમાં કેશિયરની નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. 6.50 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. 25 નવેમ્બર 2021ના રોજ દીપાબેન અને તેમના પતિ નરેશ ફુલવાનીએ આરોપીને દીકરીનો અસલ પાસપોર્ટ અને એસબીઆઇ બેંકના ખાતાનો રૂ. 2.20 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 4 ડિસેમ્બર, 2021ના રોજ વધુ રૂ. 2 લાખનો ચેક આપ્યો હતો. આમ રૂ. 4.20 લાખ ચૂકવ્યા હતા અને સામે આરોપીએ સિક્યોરિટી પેટે રૂ. 4.20 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 23 મે 2022ના રોજ આરોપીએ વોટ્સએપ પર કેનેડાની માઉન્ટ સિનાઈ હોસ્પિટલનો ઓફર લેટર મોકલ્યો હતો. જ્યારે 8 સપ્ટેમ્બર 2022ના રોજ કેનેડાના વિઝા મોકલ્યા હતા. જોકે, દીપાબેનના પતિએ આ દસ્તાવેજો તેમના મિત્રને બતાવતાં તે ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શીતલ ફિલિપ્સને જાણ કરતાં તેમણે આરોપી સાથે વાત કરવાની અને ફરિયાદ નહીં કરવાની સલાહ આપી હતી. આરોપીએ બાદમાં ટુકડે-ટુકડે રૂ. 2.50 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. 1.70 લાખ ચૂકવ્યા નહોતા. નાણાંની માંગણી કરતાં આરોપીનો મોબાઇલ ફોન બંધ આવવા લાગ્યો હતો અને આશરે ત્રણ વર્ષ સુધી તેનો સંપર્ક થયો નહોતો. સિક્યોરિટી ચેક અંગે બેંકમાં તપાસ કરતાં ખાતું બંધ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન 6 જૂન 2026ના રોજ આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પકડાયો હોવાની સમાચાર દ્વારા થતાં દીપાબેને જાણ થઈ હતી. સયાજીગંજ પોલીસે ઠગને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    'જ્ઞાનેશ કુમાર બચી નહીં શકે...’:રાહુલ ગાંધીએ કહ્યું- તેને કિંમત ચૂકવવી પડશે, મત ચોરીને લઈ PM મોદી-અમિત શાહ પર નિશાન સાધ્યું
    Next Article
    સુરતમાં બંગલાના પહેલા માળે ACમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ:વૃદ્ધા સહિત 5 સભ્યોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે 2 લાખ રોકડા સલામત બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment