Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત શહેરમાં વધુ એક હત્યા:યુવકને ક્રિષ્ના AC મોલ બહાર ચપ્પુ, છરા અને કોયતાથી રહેંસી નાંખ્યો, જૂના અદાવતને લઈ ટાર્ગેટ કર્યો

    15 hours ago

    'ડાયમંડ સિટી' સુરત શહેર હવે ધીમે ધીમે ગુનાખોરીના ભરડામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ક્રિષ્ના AC મોલ જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મોલની બહાર જાહેર રોડ પર હત્યા મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલની બહાર જાહેર રોડ પર આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 26 વર્ષીય આશિષસિંહ રાજપૂત નામનો યુવક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષસીંગને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી તરફ, હત્યાના સમાચાર મળતા જ આશિષસિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો સર્જાયા છે. પાટીલના બર્થ ડેને લઈ યોજાયેલા કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને આવતો હતો મૃતકના મિત્ર કુંદન સિંહે જણાવ્યું હતું કે, અમારી સાથે અમારા મિત્ર હતા, જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ આશિષસિંહ છે. અમે નીલગીરી સર્કલ ગયા હતા, આજે સી.આર. પાટીલનો જન્મદિવસ હતો એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમારી ગાડી ડીંડોલી તળાવ પાસે શ્રી કૃષ્ણ એસી મોલની બાજુમાં આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી હતી. આશિષ સિંહની બાઈક પણ ત્યાં જ હતી. અમે જેવી અમારી ફોર-વ્હીલર ત્યાં ઉભી રાખી અને બાઈક લેવા નીચે ઉતર્યા, ત્યાં જ 3થી 4 ગાડીઓ આવી, જેમાં એક ફોર-વ્હીલર અને 3-4 બાઈક હતી. બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા હતા બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા જેવા હથિયારો હતા. આશિષ સિંહ સાથે તેઓને અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો એટલે આજે મોકો જોઈને તેઓએ આશિષ સિંહને ટાર્ગેટ કર્યો અને તેના પર હુમલો કર્યો હતો. ત્યાં ઘણું લોહી વહી ગયું હતું અને અમને અહીં હોસ્પિટલ લાવવામાં 10-15 મિનિટ જેવું મોડું પણ થઈ ગયું. જ્યારે તેને અહીં એડમિટ કર્યો ત્યારે તેનું હૃદય કામ નહોતું કરી રહ્યું અને અંતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સ્થળે ત્યાં અંદાજે 7થી 8 જણા હતા. જેમાંથી એક પવન સિંહનો છોકરો અભિષેક સિંહ, બીજો આકાશ રાજપૂત અને એક ગોપાલ નામનો છોકરો હતો. જેની સાથે અગાઉ પણ ઝઘડો થયો હતો. આ બધાએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. મને લાગે છે કે તેઓ નીલગીરી સર્કલથી જ પીછો કરી રહ્યા હતા અને બધું સેટિંગ પહેલેથી જ કરેલું હતું. જેવી અમારી ગાડી મોલ પાસે પહોંચી, તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વધતી જતી ગુનાખોરી સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જાહેરમાં હત્યાની ઘટનાઓએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર આ હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના વિજલપોરમાં કારચાલકની દાદાગીરી:એક્ટિવાચાલકને ફંગોળ્યો અને માર પણ માર્યો; દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ પાઠ ભણાવ્યો; VIDEO
    Next Article
    પાટણ ફાયરિંગ-હત્યા કેસ: 4 આરોપી ઝડપાયા:પૂર્વ આયોજિત કાવતરા હેઠળ યુસુફખાનની હત્યા, પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી, લોકોના ટોળેટોળા ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment