Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડ પરીક્ષા છબરડા મામલે વડોદરામાં ABVPનો ઉગ્ર વિરોધ:રસ્તા રોકી કાળી પટ્ટી સાથે દર્શાવ્યો રોષ, પોલીસે કરી અટકાયત

    2 days ago

    ઝારખંડમાં યોજાતી સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થઈ રહેલી અનિયમિતતાઓ અને ગોલમાલ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડોદરા ખાતે ABVPના કાર્યકર્તાઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને રસ્તા રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ સામે આંદોલનકારીઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ સીબીઆઈ (CBI) તપાસની સ્પષ્ટ માંગ કરી છે. પેવેલિયનથી સફ્રોન ટાવર સુધી રેલી, રસ્તા રોકી દેવાયા વડોદરા ખાતે આયોજિત વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપતાં ABVPના મહાનગર મંત્રી અમિત રામીએ જણાવ્યું હતું કે, સંગઠનના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને પેવેલિયનથી લઈને સફ્રોન ટાવર સુધી વિરોધ માર્ચ યોજી હતી. આ માર્ગ પર કાર્યકર્તાઓએ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો અને પોતાનો દ્રઢ વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસે ટીંગાટોળી કરીને આંદોલનકારી કાર્યકરોની અટકાયત કરી હતી. અવાજ દબાવવાના આક્ષેપ અને આંદોલન વધુ ઉગ્ર કરવાની ચેતવણી વિદ્યાર્થી નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ વિદ્યાર્થી પરિષદ અને સામાન્ય યુવાનો પોતાના ન્યાયી હક્કો માટે રસ્તા પર ઉતરે છે, ત્યારે સરકાર સત્તાના જોરે અટકાયત કરીને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે. ABVP દ્વારા ઝારખંડ સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દમનકારી પગલાંથી વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાશે નહીં. જો તાત્કાલિક ધોરણે પરીક્ષાઓના છબરડા અંગે સીબીઆઈ તપાસના આદેશ આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ આંદોલનને સમગ્ર દેશમાં વધુ ઉગ્ર અને વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સના દૂષણથી યુવાઓને બચાવવા પ્રયાસ:વિદેશી સહિત 80થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓએ લીધી રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત, જાગૃતિ સેશન યોજાયું
    Next Article
    ગુજરાત યુનિવર્સિટી પાસે ABVPએ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું:પોલીસ સાથે ભારે ઘર્ષણ બાદ પેપર લીક મામલે પૂતળું બાળ્યું, એક વિધાર્થીનો પગમાં પણ આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment