Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીના આપઘાત મામલે મારવાડી યુનિવર્સિટીએ ABVPનો હલ્લોબાલ:બાલ્કનીમાં સેફ્ટી ગ્રિલ-પેનલ્ટી ઉઘરાણી બંધ અને બંને કેસની નિષ્પક્ષ તપાસની માગ, રજીસ્ટ્રારને આવેદન પત્ર પાઠવ્યું

    10 hours ago

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં 2 વિદ્યાર્થીઓના આપઘાત મામલે આજે 30 સપ્ટેમ્બરે ABVPએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં બંને વિદ્યાર્થીઓના આપઘાત મામલે કડક તપાસ કરવામાં આવે, વિદ્યાર્થીના આપઘાત મામલે રેગિંગનો આક્ષેપ છે ત્યરે તે બાબતે તપાસ કરવી તેમજ વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવી, બાલ્કનીમાં સેફ્ટી ગ્રિલ લગાવવી સહિતના મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 'બાલકનીઓ છે ત્યાં સેફ્ટી ગ્રીલ લગાડવામાં આવે' રાજકોટ શહેર ABVPના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ્યારે એક વિદ્યાર્થીએ અહીંયા સુસાઈડ કર્યું ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને ગેટ પર જ અટકાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થી પરિષદને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. આની પહેલાં પણ જ્યારે એક વિદ્યાર્થિની દ્વારા સુસાઈડ કરવામાં આવ્યું ત્યારે પણ વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે, જે ઊંચા માળની બાલકનીઓ છે ત્યાં સેફ્ટી ગ્રીલ લગાડવામાં આવે. સેફ્ટી ગ્રીલ ન લગાડી ત્યારે આ બનાવ બીજી વખત બન્યો. આજે વિદ્યાર્થી પરિષદ હજુ એક વખત આ આવેદન પત્ર યુનિવર્સિટી પ્રશાસનને આપવા આવ્યું છે. જે ફીનો વધારો કરવામાં આવ્યો છે તે ઘટાડો કરવામાં આવે અને પેનલ્ટી ઓછી કરવામાં આવે. 'વિદ્યાર્થીના આપઘાત મામલે નિષ્પક્ષ તપાસ થાય' આ ઉપરાંત જે સુસાઈડ થયું તેમાં નિષ્પક્ષ તપાસ થાય. તેના વાલી સાથે અમારી વાતચીત થઈ તો તેના વાલીનું કહેવું એવું છે કે, વિદ્યાર્થી સાથે રેગિંગ થયું. અમારે તેમના પિતા સાથે વાતચીત થઈ. તે પાંચ-છ દિવસમાં એમની વિધિ પૂરી થઈ જાય તે પછી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રાજકોટ આવીને પહેલાં મળશે પછી આગળની બધી ચર્ચા થશે. પોલીસ પ્રશાસન અને મારવાડી યુનિવર્સિટીને કહેવા માંગીએ છીએ કે, અમે બધા વિદ્યાર્થીઓ છીએ. અમે કાંઈ આતંકવાદી કે કોઈ લુટેરા કે એવા કોઈ નથી. અમે બધા જ વિદ્યાર્થીઓ છીએ અને વિદ્યાર્થીના અન્યાય માટે આવ્યા છીએ. 'વિવિધ પેનલ્ટીના નામે થતી ઉઘરાણી બંધ કરવાની રજૂઆત મળી છે' મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, ABVP તરફથી આવેદન પત્ર અને રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય ત્રણ બાબતો ઉપર એમની રજૂઆત છે. જેમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સુરક્ષા બાબતે ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત સેફ્ટી ઓડિટ અને કાઉન્સિલિંગ હેલ્પલાઇન તેમજ કર્મચારીઓની તાલીમ બાબતે રજૂઆત છે. જેમાં સેફ્ટી ઓડિટ પ્રોસેસ ચાલુ છે. કાઉન્સિલિંગ અને હેલ્પલાઇન પર ફૂલ ટાઇમ વર્ક થઈ ગઈ છે. આ સિવાય પણ એમને ત્રણ દિવસમાં તેનું રિઝલ્ટ આપવાની વાત કરી છે. બીજો એમનો મુદ્દો હતો કે, વિવિધ પેનલ્ટીના નામે થતી ઉઘરાણી બંધ કરવી તો તેમાં મેં એમને વાત પણ કરી કે હજુ પણ કહું છું કે આઈ કાર્ડ અને એની પેનલ્ટી જે આ યુનિવર્સિટીમાં પહેલેથી જ ક્યારેય નથી આમ છતાં પણ એમની સાથે રહી અને એ બાબતે તપાસ કરશું અને આપણા વિદ્યાર્થીઓને ક્યારેય પેનલ્ટી કરવાનો મુદ્દો હતો જ નહીં. કોઈ બસની અંદર વિદ્યાર્થી જ્યારે બેસે અને ફી ભરતો હોય ને એને સીટના મળે તો જે નથી ભરતો એને માટે રોકવા માટેના આપણા પ્રયત્ન હતા પણ આપણે એના ઉપર પણ વર્ક કરશું. 'યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેસમાં ગુણવતાનું ધ્યાન રખાશે' આ ઉપરાંત એમની હોસ્ટેલની ફી વ્યાજબી કરવી અને ભોજનની ગુણવત્તા સુધારવી. અમે છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ જમવા સમયે યુનિવર્સિટીના ઓફિસર મેસમાં વિદ્યાર્થીઓની સાથે જમે છે. ગુણવત્તાનું ચોક્કસ ધ્યાન રાખશું અને એના ઉપર પણ વધારે કઈ રીતે આગળ ધ્યાન અપાય એ જોઈશું. આ ઉપરાંત ડિપોઝિટના નામે થતી ઉઘરાણી બંધ કરવી અને ભેદભાવ બંધ કરવો. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓની 7000 અને બહારના વિદ્યાર્થીઓની 15000 એવું નથી. અમે એમને ઓલરેડી પણ વાત કરી કે કોર્સ પ્રમાણે આપણે ત્યાં ડિપોઝિટ હોય છે. 'બંન્ને આપઘાત કેસમાં નિષ્પક્ષ તપાસ કરીશું' તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આ બંને વિદ્યાર્થીઓએ જે આપઘાત કર્યો એમાં પ્રથમ વિદ્યાર્થિની જેમણે સુસાઈડ કર્યું એ તો એમના રૂમમાં એમની કઝિન સિસ્ટર અને બધાની સાથે જ હતા અને તાત્કાલિક એમણે આ પગલું ભર્યું. જ્યારે તાજેતરમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. બંને વિદ્યાર્થીઓને કોઈ હાજરીનો પ્રશ્ન નહોતો. ભણવામાં પણ બંને સારા હતા. એક પણ બેકલોગ નહોતો એટલે શૈક્ષણિક ભાર કે તેવું તો કંઈ હતું જ નહીં. ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થીઓને વધુ પૂછવામાં આવે તો એમને એવું ફીલ થાય કે આ દબાણ કરીને પૂછવા માંગે છે. જેથી હળવાશથી આપણે સમજાવીને પૂછી રહ્યા રહ્યા છીએ પણ એ બાબતે પોલીસને સાથે રાખી અને નિષ્પક્ષ તપાસ કરીશું. બંને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જ્યારે આ બન્યું ત્યારે અહીંયા પીડીયુ હોસ્પિટલમાં આવ્યા. આપણો સ્ટાફ એમની સાથે જ હતો. આપણે જ એમને સહાયભૂત થયા અને સાંજ સુધી સાથે રહ્યા અને હજુ પણ રહીશું પણ બંનેમાંથી કોઈપણ વિદ્યાર્થીના ફેમિલી તરફથી આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને રજૂઆત કરી નથી. મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં બીજા વિદ્યાર્થીનો આપઘાત આત્મહત્યા કરનાર હેમંત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ પહેલા 19 સપ્ટેમ્બર, 2026ના દિવસે મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી મૂળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: મારવાડી યુનિ.માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે
    Click here to Read More
    Previous Article
    સુરતના સાંસદે કહ્યું- 'ગરબામાં સનાતન ધર્મના લોકોને જ પ્રવેશ મળે':આયોજકોને ખેલૈયાના ID ચેક કરવા અપીલ, 'રેન્ટ એ પાર્ટનર' સ્કીમને લઈ તપાસની માગ કરી
    Next Article
    'Fight Between Pilots': What Happened Inside Diverted Dubai-Tel Aviv Flight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment