Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખસ ઝડપાયો:ચાણસ્મા હાઇવે પરથી દિલીપ ભાટીયા પકડાયો, મોબાઈલ જપ્ત; ક્રોમમાં વેબસાઈટ ID બનાવી હતી

    7 hours ago

    પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર શાક માર્કેટ નજીકથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને પાટણ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 10,500 નો મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પાટણ સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન લીલીવાડી નજીક પહોંચતા પોલીસકર્મીઓને બાતમી મળી હતી. બાતમી મુજબ, પાટણ-ચાણસ્મા હાઇવે પર શાક માર્કેટ આગળ એક શખ્સ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ શખ્સ સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં લાઇવ સ્કોર જોઈને મેચના સેશન્સ પર સટ્ટો રમી રમાડી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી. ત્યાં બાતમી મુજબનો શખ્સ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દિલીપ શાંતીલાલ જીવરાદાસ ભાટીયા (ઉંમર 38, રહે. મોટી ભાટીયાવાડ, ગોરસ્થાનની ખડકી, ઝીણી રેત, જૂનાગંજ પાસે, પાટણ) જણાવ્યું હતું. પંચોની હાજરીમાં તેના વીવો કંપનીના Y-51 5G મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તેના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં NAMAN EXCH9.com નામની વેબસાઈટ ખુલ્લી જોવા મળી. તેમાં યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થયેલું હતું. આ આઈ.ડી.ના હોમ પેજ પર 35690 રૂપિયાનું બેલેન્સ પણ દેખાતું હતું. આ આઈ.ડી.માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની મેચના આંકડા લગાવી સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે રૂ. 10,500 ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને સટ્ટા અંગેના 5 પેજના સ્ક્રીનશોટ્સ જપ્ત કર્યા હતા. આખી કાર્યવાહીની ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પોલીસે દિલીપ ભાટીયા વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12A હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિક્રમ જાદવને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BRICS Summit LIVE: भारत में आपका हार्दिक स्वागत है: शी जिनपिंग से बोले पीएम मोदी
    Next Article
    પરિણીતાના ફોટો સાથે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરાઈ:મોબાઈલ નંબર સાથે અશ્લીલ લખાણ લખી વીડિયો વાયરલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment