Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાના ફોટો સાથે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરાઈ:મોબાઈલ નંબર સાથે અશ્લીલ લખાણ લખી વીડિયો વાયરલ કર્યો

    7 hours ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ થકી એક પરિણીતાનું ચારિત્ર્ય હનન કરવાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલ ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અંગત તસવીરો ચોરી કરી કોઈ અજાણ્યા શખ્સે બનાવટી ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી હતી. ત્યારબાદ પરિણીતાના ફોટા પર તેનો મોબાઈલ નંબર અને અશ્લીલ લખાણ ઉમેરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પીડિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિકૃત તત્વ સામે ફરિયાદ નોંધાવી છે. UP રહેતી નાની બહેને વાયરલ વીડિયો જોયો મૂળ ઉત્તરપ્રદેશના ફિરોજાબાદના વતની અને છેલ્લા આઠ વર્ષથી પરિવાર સાથે નારોલમાં સ્થાયી થયેલી 29 વર્ષીય પરિણીતા ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અંગત એકાઉન્ટ ધરાવે છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ સવારે ઉત્તરપ્રદેશ ખાતે રહેતી તેમની નાની બહેને અચાનક ફોન કરીને આ બનાવટી એકાઉન્ટ અને વાયરલ વીડિયો અંગે જાણ કરી હતી. બહેને જણાવ્યું હતું કે એક અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પરિણીતાના ફોટા સાથે અત્યંત વાંધાજનક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. અંગત પ્રોફાઇલમાંથી ફોટો ચોરી કરી નંબર સાથે અશ્લીલ સ્ટોરી પોસ્ટ કરી બહેનની વાત સાંભળી પરિણીતાએ ઇન્સ્ટાગ્રામ ચેક કરતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કોઈ અજાણ્યા શખ્સે પરિણીતાના અસલ એકાઉન્ટમાંથી તેના અંગત ફોટા મેળવી લીધા હતા અને ત્યારબાદ તે ફોટા પર પરિણીતાનો મોબાઈલ નંબર તથા બિભત્સ-અભદ્ર શબ્દો લખી તેને બદનામ કરવાના બદઇરાદે સ્ટોરી બનાવી વીડિયો વાયરલ કરી દીધો હતો. નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સામાજિક બદનામી અને માનસિક ત્રાસનો ભોગ બનેલી પરિણીતાએ પરિવારની મદદથી તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર મામલે નારોલ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઈટી એક્ટ તેમજ છેડતી-બદનામીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સાયબર ક્રાઈમ સેલની મદદ મેળવી આઈપી એડ્રેસ અને એકાઉન્ટ ડિટેલ્સના આધારે વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખસ ઝડપાયો:ચાણસ્મા હાઇવે પરથી દિલીપ ભાટીયા પકડાયો, મોબાઈલ જપ્ત; ક્રોમમાં વેબસાઈટ ID બનાવી હતી
    Next Article
    પરિણીતા પર પતિ સહિત સાસરિયાએ શારિરીક ત્રાસ ગુજાર્યો:બીજી પત્ની લાવવાનું કહી પિયરમાં મૂકી આવ્યો, છૂટાછેડા માટે દબાણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment