Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સના દૂષણથી યુવાઓને બચાવવા પ્રયાસ:વિદેશી સહિત 80થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓએ લીધી રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત, જાગૃતિ સેશન યોજાયું

    2 days ago

    સુરતના ડુમસ સ્થિત જય અંબે રિહેબિલિટેશન સેન્ટર (યુથ ઓન મિશન ફાઉન્ડેશન) દ્વારા યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ અને નશાના દૂષણ સામે જાગૃતિ લાવવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.પી. સવાણી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગના B.Sc. ના 80થી વધુ વિદ્યાર્થીઓએ રિહેબ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ નશાબંધી અને ડી-એડિક્શન અંગે ગહન માર્ગદર્શન મેળવ્યું હતું. 80થી વધુ વિદ્યાર્થીઓ અને 10 આંતરરાષ્ટ્રીય છાત્રો આ જાગૃતિ સેશનમાં 80થી વધુ સ્થાનિક નર્સિંગ વિદ્યાર્થીઓ સાથે 10થી વધુ વિદેશી (આંતરરાષ્ટ્રીય) વિદ્યાર્થીઓ પણ જોડાણ સાધીને નશા મુક્તિ અભિયાનના સહભાગી બન્યા હતા. સેન્ટરના અનુભવી સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસની વ્યક્તિની સાયકોલોજિકલ સારવાર, કાઉન્સિલિંગ તેમજ તેમને સમાજની મુખ્યધારામાં પુનઃ સ્થાપિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. ફાઉન્ડર S.A. વિરાણીની પ્રેરણાદાયી સંઘર્ષગાથા સેશનનું મુખ્ય આકર્ષણ જય અંબે રિહેબ સેન્ટરના સ્થાપક S. A. વિરાણીએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેઓ પોતે ભૂતકાળમાં ડ્રગ્સના ગંભીર વ્યસનમાં ફસાયા હતા, પરંતુ દ્રઢ મનોબળથી આ દૂષણને માત આપીને છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી સ્વસ્થ અને સાર્થક જીવન જીવી રહ્યા છે. તેમની આ સચ્ચાઈપૂર્ણ જીવનગાથા સાંભળીને તમામ નર્સિંગ વિદ્યાર્થીઓ ઊંડો પ્રભાવ અનુભવ્યો હતો. યુવાધન અને ભાવિ આરોગ્યકર્મીઓ માટે માર્ગદર્શન આજના ડિજિટલ યુગમાં યુવાનો કઈ રીતે અજાણતા ડ્રગ્સની માયાવી જાળમાં ફસાય છે, તેના શારીરિક-માનસિક લક્ષણો અને તેમાંથી બહાર નીકળવાના ઉપાયો અંગે ખુલ્લા મનથી ચર્ચા કરાઈ હતી. PPSU ના નર્સિંગ વિદ્યાર્થી ઝૈદે પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે વિરાણી સરની જીવનકથા આશાનું કિરણ છે અને નશાની લતમાં ફસાયેલા કોઈપણ વ્યક્તિને અહીં લાવવાથી નવજીવન મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડના 11.52 કરોડના વ્યવહારો કરનાર આડોડીયાવાસનો યુવક ઝડપાયો:મ્યુલ એકાઉન્ટથી પૈસા સગેવગે કરવાનો ખુલાસો, ચાર રાજ્યોની અરજીઓ પરથી થયો પર્દાફાશ
    Next Article
    ઝારખંડ પરીક્ષા છબરડા મામલે વડોદરામાં ABVPનો ઉગ્ર વિરોધ:રસ્તા રોકી કાળી પટ્ટી સાથે દર્શાવ્યો રોષ, પોલીસે કરી અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment