Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ

    2 weeks ago

    રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં તાજેતરમાં બનેલી વિદ્યાર્થીના આપઘાતની ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે યુનિવર્સિટી સંકુલમાં ન્યાયની માંગ સાથે શાંતિપૂર્ણ રજૂઆત કરવા ગયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો પર પોલીસ દ્વારા બળપ્રયોગ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી પરિષદના બે કાર્યકર્તાઓ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે ABVP એ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ સુપરત કરી છે અને ન્યાય ન મળે તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. દંડ અને પેનલ્ટીના નામે વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ઉઘરાણાનો પર્દાફાશ વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવેલી રજૂઆતમાં મારવાડી યુનિવર્સિટી તંત્ર પર વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરવાના ચોંકાવનારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. રજૂઆત અનુસાર, જો કોઈ વિદ્યાર્થીનો બસ પાસ પૂર્ણ થઈ ગયો હોય અને તે બસમાં મુસાફરી કરે, તો પ્રથમ દિવસે ₹2500, બીજા દિવસે ₹5000, ત્રીજા દિવસે ₹7000 અને ચોથા દિવસે અધધ ₹10,000 સુધીનો અમાનવીય દંડ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત આઈ-કાર્ડ ભૂલી જવા બદલ ₹500 અને ફ્રી પિરિયડમાં ક્લાસમાં વાતચીત કે સામાન્ય મસ્તી કરવા બદલ ઈનડિસિપ્લિનના બહાને ₹2000 સુધીનો દંડ ફટકારીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે. 'શું મારવાડી યુનિ. અને પોલીસ મળીને અવાજ દબાવવા માંગે છે?': મંત્રી ABVP રાજકોટ મહાનગર મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત મામલે અમે ન્યાય માંગવા પહોંચ્યા ત્યારે યુનિવર્સિટી પ્રશાસને પોલીસને આગળ ધરી અમારા પર લાઠીચાર્જ કરાવ્યો. અમે કોઈ ગુનેગાર કે આતંકવાદી નથી કે અમારા પર આ રીતે લાકડીઓ વરસાવવામાં આવી. શું પોલીસ અને યુનિવર્સિટી મળીને વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવા માંગે છે?” તેમણે ઉમેર્યું કે હોસ્ટેલ ફીમાં પણ સ્થાનિક અને બહારના વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખી ₹7000 થી ₹15000 જેટલી ડિપોઝિટ લેવાય છે, જે પાછળથી પરત કરવામાં આવતી નથી. દોષિતો સામે પગલાં નહીં ભરાય તો યુનિવર્સિટીનો ઘેરાવ થશે વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીના આપઘાત પાછળનું સાચું કારણ જાહેર કરવામાં આવે અને સમગ્ર મામલે તટસ્થ તથા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. જો નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારા પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગેરકાયદેસર ઉઘરાણાં બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં એબીવીપી દ્વારા હજારો વિદ્યાર્થીઓ સાથે મારવાડી યુનિવર્સિટીનો ઉગ્ર ઘેરાવ કરી આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વિશ્વ એન્ટી રેબિઝ ડે પર પશુ રસીકરણ કેમ્પ યોજાયો:70 શ્વાનને અપાઈ નિઃશુલ્ક રસી, શાળાઓમાં જાગૃતિ શિબિરો યોજાઈ
    Next Article
    રાજકોટનું રાજ્યવ્યાપી બોગસ કોલસેન્ટર કૌભાંડ:₹40 કરોડની 128 વીઘા જમીન પચાવી પાડી, અલ્પેશ દોંગા-અક્ષિત ગેંગ સામે SITની રચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment