Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનું રાજ્યવ્યાપી બોગસ કોલસેન્ટર કૌભાંડ:₹40 કરોડની 128 વીઘા જમીન પચાવી પાડી, અલ્પેશ દોંગા-અક્ષિત ગેંગ સામે SITની રચના

    2 weeks ago

    રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા રાજ્યવ્યાપી બોગસ કોલ સેન્ટર અને લોન કૌભાંડમાં રોજબરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કુખ્યાત અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની ગેંગ દ્વારા છેતરાયેલા વધુ 15 જેટલા ખેડૂતોએ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર સમક્ષ હાજર થઈ પોતાની આપવીતી વર્ણવી છે. "બાલાજી લોન હાઉસ" અને "ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ" જેવી બોગસ પેઢીઓ ઊભી કરી આરોપીઓ ખેડૂતોને નજીવી લોન આપી તેમની કરોડોની કિંમતી જમીનો સાટાખતના બહાને પચાવી પાડતા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી રૂરલ એસપી દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT), એફએસએલ (FSL) અને સાયબર સેલની સંયુક્ત તપાસમાં 24 દસ્તાવેજો વેરીફાઈ થતાં આરોપીઓએ ₹40 કરોડની કિંમત ધરાવતી 128 વીઘા જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હોવાનો પર્દાફાશ થયો છે. 8 જિલ્લાના 32 ખેડૂતોના દસ્તાવેજો અને 4,800 શંકાસ્પદ નંબર જપ્ત રાજકોટ રૂરલ પોલીસે નાનામવા નજીક આવેલા ટ્વીન સ્ટાર કોમ્પ્લેક્સમાં તેમજ 150 ફૂટ રિંગ રોડ પરની ઓફિસમાં મોડીરાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે કોલિંગ માટે વપરાતા 14 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કમ્પ્યુટર સી.પી.યુ., વાઇ-ફાઇ રાઉટર, નવા-જૂના સિમકાર્ડ્સ અને કોલ રેકોર્ડ નોંધવાળી ડાયરીઓ કબજે કરી હતી. આ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિત 8 જિલ્લાના 32 જેટલા જમીન માલિકોના 7/12, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક, ઓળખ પુરાવાઓની નકલો તેમજ જુદા જુદા ખાતેદારોના સહીવાળા કોરા ચેક જપ્ત કરાયા હતા. આ કોલ સેન્ટરના ચોપડામાંથી 4,800 જેટલા સંભવિત ખેડૂતોના મોબાઈલ નંબરની યાદી મળી આવતાં પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પડધરીમાં ₹5.50 લાખ સામે ₹1.07 કરોડ પડાવ્યા પડધરી પોલીસ મથકે નોંધાયેલા કેસની વિગત મુજબ, સરપદડ ગામના એક યુવાન વેપારીને નાણાંની તાતી જરૂરિયાત હોવાનો ગેરલાભ ઉઠાવી આરોપીઓએ માત્ર ₹5.50 લાખની લોન સામે સાટાખતના બહાને 9 વીઘા ખેતીની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. ત્યારબાદ ઊંચું વ્યાજ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને કુલ ₹1.07 કરોડ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર અલ્પેશ ગોપાલ દોંગા (પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટનો સંચાલક), અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદ છગન વીરડીયા, પીયૂષ વીરડીયા અને વચેટીયા હિરેન લુણાગરીયા સામે ગુનો નોંધાયો છે. 5 કરોડની જમીન સામે 20 લાખ આપી છેતરપિંડી ભોગ બનનાર પરેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા નામના ખેડૂતે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તેમની ₹5 કરોડની કિંમતી જમીન પર માત્ર 2.5% લેખે ₹20 લાખની લોન આપવાની લાલચ આપીને તેમની પાસેથી 7/12, ઓળખ પુરાવાના દસ્તાવેજો અને ફોટા મેળવી લેવાયા હતા. ત્યારબાદ લખાણ કરાવવાના બહાને વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. જ્યારે ખેડૂત પાક ધિરાણ મેળવવા 7/12 ની નકલ કઢાવવા ગયા ત્યારે જમીનમાં વાઘુભાઈ વીરાભાઈ ડાંગરનું નામ બોલતું હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે રજૂઆત કરવા જતાં આરોપીઓએ પોલીસ ફરિયાદ કરશે તો એક વીઘો જમીન પણ નહીં મળે તેવી ધમકી આપી હતી. ટેલી કોલર યુવતીઓની અટક 'પટેલ' રખાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અલ્પેશ દોંગાની ગેંગ મુખ્યત્વે પટેલ ખેડૂતોને જ સોફ્ટ ટાર્ગેટ બનાવતી હતી. વિશ્વાસ કેળવવા માટે કોલ સેન્ટરમાં નોકરી કરતી ટેલી કોલર યુવતીઓના નામ બદલાવીને પાછળ 'પટેલ' અટક લગાવી ખેડૂતો સાથે વાત કરાવવામાં આવતી હતી. ખેડૂતો જાળમાં ફસાય એટલે અલ્પેશ દોંગા પોતાની વાકચાતુર્યથી સસ્તા વ્યાજની લોનનું પ્રલોભન આપી સાટાખત અને દસ્તાવેજો કરાવી લેતો હતો અને બાદમાં તે જમીન થર્ડ પાર્ટીના નામે ટ્રાન્સફર કરી દેતો હતો. અલ્પેશ સામે અત્યાર સુધીમાં 13 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. નીચલી અદાલતે રિમાન્ડ નામંજૂર કરતાં સેશન્સમાં રિવિઝન પડધરી પોલીસે આરોપીઓને નીચલી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ગુનો વર્ષ 2022 થી 2024 વચ્ચેનો હોઈ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. જોકે, ત્યારબાદ રૂરલ પોલીસે અમદાવાદ અને રાજકોટ સ્થિત કોલ સેન્ટરો પર દરોડા પાડી મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરતાં પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરીને રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરી હેઠળ પણ તપાસ તેજ કરાઈ છે. સમગ્ર રાજ્યમાં 150 થી વધુ ખેડૂતો આ ટોળકીનો ભોગ બન્યા હોવાની આશંકા છે. આ ગેરકાયદે નેટવર્કમાં કોલેજ સંચાલકો, રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્લેક મની રોકવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે પોલીસ હવે સમગ્ર ટોળકી સામે 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ સકંજો કસવા મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિ. લાઠીચાર્જ મામલે પગલાં લેવા માંગ:યુનિ.માં નિયમોનાં નામે ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાનો ABVPનો આરોપ, બસ પાસ, આઈકાર્ડ અને મસ્તી-મજાક માટે મસમોટા દંડ
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment