Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ પોઈઝનિંગ પીડિત વિદ્યાર્થીનીઓ, વાલીઓને ABVPએ ભોજન આપ્યું:ગાંધી હોસ્પિટલમાં દાખલ 40થી વધુ દીકરીઓ માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરાઈ

    9 hours ago

    સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગોખરવાળા ગામમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. આ ઘટનામાં 40થી વધુ વિદ્યાર્થીનીઓ અસ્વસ્થ થતાં તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સુરેન્દ્રનગરના કાર્યકરો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલી વિદ્યાર્થીનીઓના વાલીઓ અને પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ABVP દ્વારા હોસ્પિટલમાં હાજર રહેલા વાલીઓ અને પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યકરોએ સેવા ભાવના સાથે ભોજનનું વિતરણ કર્યું હતું. ABVP સુરેન્દ્રનગરના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોની સાથે સંસ્થા હંમેશા ખભેખભા મિલાવી ઊભી રહેશે. માનવ સેવા એજ સાચી પ્રભુ સેવાનુ સુત્ર આ સેવાનુ ભગીરથ કાર્ય કરી એબીવીપીની ટીમે સાર્થક કરીયુ હતુ,
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:ગોકુલનગરમાં અપશબ્દોની શંકાથી ઝઘડો, પાંચ સામે ગુનો નોંધાયો
    Next Article
    1300થી વધુ શાળામાં RTE પ્રવેશ પૂર્ણ, 493 બેઠક ખાલી:હિન્દી માધ્યમમાં સૌથી વધુ 435 બેઠક, 28 શાળાને એકપણ વિદ્યાર્થીએ પંસદ ન કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment