Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:ગોકુલનગરમાં અપશબ્દોની શંકાથી ઝઘડો, પાંચ સામે ગુનો નોંધાયો

    8 hours ago

    જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે પાંચ આરોપી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. 30), રહે. ગોકુલનગર, શેરી નં.11, જામનગરે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 17 જુલાઈની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલી રહ્યા હતા. આ બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાધેલા, જોષનાબા અને તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદ અનુસાર, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે છરી હતી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા. આરોપી પ્રદીપસિંહે તેમને છરીના ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરસિંહને પણ ઢીકા-પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા તથા જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ થોડીવારમાં લોન્ચ થશે:કાઉન્ટડાઉન રોકાયા બાદ ફરી શરૂ થયું; સોનાના બનેલા કલામ, સારાભાઈ અને સીવી રમણ પણ લઈ જશે
    Next Article
    ફૂડ પોઈઝનિંગ પીડિત વિદ્યાર્થીનીઓ, વાલીઓને ABVPએ ભોજન આપ્યું:ગાંધી હોસ્પિટલમાં દાખલ 40થી વધુ દીકરીઓ માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment