Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1300થી વધુ શાળામાં RTE પ્રવેશ પૂર્ણ, 493 બેઠક ખાલી:હિન્દી માધ્યમમાં સૌથી વધુ 435 બેઠક, 28 શાળાને એકપણ વિદ્યાર્થીએ પંસદ ન કરી

    10 hours ago

    અમદાવાદ શહેરની 1300 કરતા વધુ ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ચાર રાઉન્ડ બાદ જાહેર કર્યા બાદ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ હજુ પણ 493 બેઠક ખાલી રહી ગઈ છે. જેમાં સૌથી વધુ હિન્દી માધ્યમની બેઠકો ખાલી રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. તો એકપણ વિદ્યાર્થીએ પંસદ ન કરી હોય તેવી 28 શાળા હોવાનું પણ સામે આવ્યું છે. RTE હેઠળ પ્રવેશના 4 રાઉન્ડ પૂર્ણ થતા 493 બેઠક ખાલી અમદાવાદ શહેરમાં RTE હેઠળ આ વર્ષે ખાનગી સ્વનિર્ભર શાળાઓમાં કુલ 14,177 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકો માટે 38 હજારથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે ચાર તબક્કામાં ઓનલાઈન બેઠક ફાળવણી કરવામાં આવી હતી. દરેક રાઉન્ડ બાદ વિદ્યાર્થીઓએ દસ્તાવેજ ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમ છતાં ચારેય રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ તમામ બેઠકો ભરાઈ શકી નથી. હજુ પણ 493 બેઠક ખાલી રહી ગઈ છે. ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ મંજૂર અરજીઓની સંખ્યા ઘણી વધુ હોવા છતા તમામ બેઠક ભરાઈ શકી નથી. 28 શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં ખાલી રહેલી બેઠકમાં સૌથી વધુ 435 બેઠક હિન્દી માધ્યમમાં ખાલી રહી છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં 33 બેઠક અને અંગ્રેજી માધ્યમમાં 25 બેઠક ખાલી રહી છે. વાલીઓની પ્રથમ પસંદગી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તરફ વધુ રહી હતી. જ્યારે હિન્દી માધ્યમની અનેક શાળાઓમાં માંગ ઓછી જોવા મળી હતી. બીજી તરફ શહેરની કેટલીક શાળાઓમાં તમામ બેઠકો પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં જ ભરાઈ ગઈ હતી, જ્યારે અન્ય શાળાઓમાં બેઠકો માટે પૂરતી પસંદગી મળી નહોતી. જેથી શહેરની 28 શાળાઓ એવી છે. જેને એકપણ વિદ્યાર્થીએ પોતાની પસંદગીમાં સામેલ કરી નથી, જેના કારણે આ શાળાઓમાં RTEની બેઠકો ખાલી જ રહી ગઈ છે. 'ગુજરાતી માધ્યમમાં 10 બેઠક ખાલી' અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, RTE હેઠળ શહેરમાં 14 હજાર બેઠક સામે 38 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ એપ્રુવ કરવામાં આવ્યા હતા. તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હજુ પણ 493 બેઠક ખાલી રહી ગઈ છે. ખાલી રહેલી જે પણ બેઠકો છે તેમાં મોટા ભાગની હિંદી મિડિયમની બેઠકો છે. તેમજ આ તમામ બેઠકો હિન્દી મીડીયમની શાળાઓમાં જ છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં 10 જેટલી બેઠકો જ ખાલી રહી છે. 'માધ્યમ બદલી ન શકતા હિન્દી મીડિયમની પસંદગી નહીં' રોહિત ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, હિન્દી માધ્યમ હોવાથી વિદ્યાર્થીઓએ આ બેઠક પર પ્રવેશ મળ્યો નથી. જેના કારણે તે ખાલી રહી ગઈ છે. એક વખત માધ્યમ પસંદ કર્યા બાદ તે બદલવાની તક વિદ્યાર્થીઓને મળતી નથી. તેમજ જે મીડિયમ પસંદ કરી હોય તે જ મીડિયમમાં શાળા બદલવાની તક પણ વિદ્યાર્થીઓને મળતી હોય છે. જેના કારણે માધ્યમ બદલી ન શકતા વિદ્યાર્થીઓ હિન્દી મીડિયમ પસંદ કર્યું નથી. જેથી શરૂઆતથી જ હિન્દી મીડિયમની બેઠકો ખાલી રહી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફૂડ પોઈઝનિંગ પીડિત વિદ્યાર્થીનીઓ, વાલીઓને ABVPએ ભોજન આપ્યું:ગાંધી હોસ્પિટલમાં દાખલ 40થી વધુ દીકરીઓ માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરાઈ
    Next Article
    Jennifer Winget’s bridal gown video goes viral amid wedding rumours with William Ishmael

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment