Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડમાં પેપરલીક, લાઠીચાર્જના વિરોધમાં પાટણમાં ABVPનું ઉગ્ર આંદોલન:યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે 12 કાર્યકરોની અટકાયત કરી

    3 days ago

    પાટણમાં ABVP દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રસ્તા રોકીને કરાયેલા આ પ્રદર્શન દરમિયાન પોલીસે 12 કાર્યકરોની અટકાયત કરી હતી. ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ABVPના કાર્યકરો ઝારખંડમાં આ મુદ્દે સતત આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો, ત્યારે ઝારખંડની હેમંત સોરેન સરકારના આદેશથી પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર થયેલા આ અત્યાચારના વિરોધમાં દેશભરમાં ABVP દ્વારા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં પાટણમાં ABVP દ્વારા યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર ચક્કાજામ કરીને ઉગ્ર આંદોલન કરાયું. પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું કે, ઝારખંડ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિદ્યાર્થીઓ પર દમન ગુજારી રહી છે. ABVPએ માંગ કરી છે કે, જો મુખ્યમંત્રી હેમંત સોરેન એક સરકારી પરીક્ષાનું પેપર પણ સુરક્ષિત ન રાખી શકતા હોય, તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ વિરોધ પ્રદર્શનને કારણે યુનિવર્સિટી રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે 12 આંદોલનકારીઓની અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં હિટ એન્ડ રન:વશિયર પાસે અર્ટિગા કારે રિક્ષાને ટક્કર મારી, 3 મુસાફરો ઈજાગ્રસ્ત
    Next Article
    તાપીના વ્યારામાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:હજારો નાગરિકો અને મંત્રીઓ જોડાયા, 1107 ફૂટનો ધ્વજ આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment