Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના વ્યારામાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:હજારો નાગરિકો અને મંત્રીઓ જોડાયા, 1107 ફૂટનો ધ્વજ આકર્ષણ

    3 days ago

    તાપી જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વ્યારાના ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન પામી હતી. 'દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ'ના નારા સાથે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોની સક્રિય સહભાગીદારી અને એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. તેમણે ભારત વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં ઊભું રહીને વૈશ્વિક સ્તરે વિકાસ અને એકતાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવા સૌને આહ્વાન કરતાં એકતાને સાચી તાકાત ગણાવી હતી. આ યાત્રામાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ જોડાયા હતા. યાત્રાનું મુખ્ય આકર્ષણ 1107 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો, જેને નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાથમાં પકડીને ભાગ લીધો હતો. શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડસવાર દળ અને બેન્ડ પાર્ટીની સૂરાવલીઓએ વાતાવરણને વધુ દેશભક્તિમય બનાવ્યું હતું. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રીઓ દ્વારા મહાત્મા ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. અંતમાં સહુએ સામૂહિક 'વંદે માતરમ્' અને રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રગૌરવ વ્યક્ત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડમાં પેપરલીક, લાઠીચાર્જના વિરોધમાં પાટણમાં ABVPનું ઉગ્ર આંદોલન:યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે 12 કાર્યકરોની અટકાયત કરી
    Next Article
    Q1 Results Live: Jubilant Foodworks Profit Rises 6%; IGL Profit Down 33%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment