Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ છતાં યુવતીને નિમણૂક પત્ર મળ્યો:જવાબોની એક ખાસ પેટર્ન ‘ABCD’ વાળી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ

    11 hours ago

    ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દીધાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આ ભરતીમાં જવાબોની એક ખાસ 'ABCD' પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી હતી. આ સાથે જ, યુવરાજસિંહ જાડેજાએ બાકરોલ દૂધ મંડળીનું 300 લીટર દૂધ નકલી હોવાનો ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવ્યા છે. આમ, એક તરફ સરકારી ભરતીમાં થતી ગેરરીતિઓ અને બીજી તરફ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના કૌભાંડોએ રાજ્યમાં ચર્ચા જગાવી છે. 1903 જગ્યાઓ માટે ભરતી ને વિવાદ યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી (જાહેરાત ક્રમાંક COH/202425/1) પ્રક્રિયામાં ગંભીર ગડબડીઓ થઈ હોવાની શંકા છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરાયા હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સત્તાવાર મેરિટ લિસ્ટમાં નથી છતાં નિમણૂક પત્ર કેવી રીતે? જાડેજાના આક્ષેપ મુજબ સોશિયલ મીડિયામાં “શિવાનીબેન ભરતભાઈ ડાકી” નામની ઉમેદવારને સ્ટાફ નર્સ તરીકે નિમણૂક પત્ર મળ્યાની પોસ્ટ વાયરલ થઈ છે. પરંતુ સત્તાવાર મેરિટ લિસ્ટ તપાસતા આ ઉમેદવારનું નામ પસંદગી યાદીમાં જોવા મળતું નથી. ઉલટું તેઓ ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદીમાં હોવાનું જણાય છે. તેથી પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગનો સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન ઉભો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. 'ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ હોય શકે' યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જો આ ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ થઈ હોવાનું સાબિત થાય છે અને જો ઓર્ડર નકલી હોય તો કોઈ ગેંગ દ્વારા લાખો રૂપિયામાં નકલી નિમણૂક પત્રો બનાવવાનો રેકેટ ચાલતો હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે. 'બાકરોલ દૂધ મંડળી દૂધ પીવાલાયક નથી' બીજી તરફ જાડેજાએ દૂધમાં ભેળસેળના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમૂલ ડેરીના ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટમાં આણંદ જિલ્લાના બાકરોલ દૂધ મંડળીમાંથી લેવાયેલા કેટલાક દૂધના નમૂનાઓ ‘અસામાન્ય’ જાહેર થયા છે. રિપોર્ટ મુજબ મંડળીના 6 સભાસદોના દૂધના સેમ્પલમાં દૂધ સિવાયના અન્ય પદાર્થોની હાજરી જોવા મળી હોવાનું જણાવાયું છે. ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ જાડેજાએ આ મુદ્દે કહ્યું કે દૂધમાં આવી ભેળસેળ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. તેમણે માંગ કરી કે ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ. તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર આ બંને ઘટનાઓએ રાજ્યના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર પહોંચે છે તો બીજી તરફ લાખો ગ્રાહકો સુધી પહોંચતા દૂધમાં ભેળસેળ પકડાય છે. આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવી મહત્વની વ્યવસ્થાઓમાં આવી ગડબડ સામે આવતા હવે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જનતા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવા જેવું રહેશે.આક્ષેપો બાદ હવે બંને મુદ્દાઓને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે. આ પણ વાંચો 1903 નર્સિંગ સ્ટાફની ભરતી શંકાના દાયરામાં:આન્સર કીમાં ક્રમિક એબીસીડીમાં જવાબ રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે મંગાયો જવાબ માગવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયા-ઇન્ડિગો પછી આકાસાની પણ ટિકિટો મોંઘી:ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર કાલથી ₹1300 સુધી ફ્યુઅલ સરચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું
    Next Article
    ભાણવડમાં ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગડુ ગામનો યુવાન ₹21,010ની લાઈટ સાથે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment