Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયા-ઇન્ડિગો પછી આકાસાની પણ ટિકિટો મોંઘી:ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર કાલથી ₹1300 સુધી ફ્યુઅલ સરચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું

    9 hours ago

    એર ઇન્ડિયા-ઇન્ડિગો પછી હવે આકાસા એરની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. એરલાઇન કંપનીએ રવિવારથી તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. આકાસા એરે જણાવ્યું કે 15 માર્ચના રોજ રાત્રે 12:01 વાગ્યા પછી બુક કરવામાં આવતી ટિકિટો પર 199 રૂપિયાથી લઈને 1,300 રૂપિયા સુધીનો વધારાનો સરચાર્જ વસૂલવામાં આવશે. મિડલ ઇસ્ટમાં તણાવ અને અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં ભારે વધારાને લીધે આ પગલું ભરવું પડી રહ્યું છે. આકાસા એરે જણાવ્યું કે જો તમે 15 માર્ચ રાત્રે 12:01 વાગ્યા પહેલા ટિકિટ બુક કરી લીધી છે, તો તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં. આ સરચાર્જ 'પર સેક્ટર' એટલે કે એક તરફની યાત્રાના હિસાબે લાગશે અને તેની રકમ ફ્લાઇટના અંતર (ફ્લાઇટ ડ્યુરેશન) પર નિર્ભર કરશે. ઇન્ડિગો-એર ઇન્ડિયા પણ ભાડું વધારી ચૂકી છે સ્પાઇસજેટે સરકાર પાસે રાહત માગી સ્પાઇસજેટના સ્થાપક અજય સિંહે જણાવ્યું હતું કે જો તેલના ભાવ આ જ રીતે ઊંચા રહેશે, તો એરલાઇન્સ પાસે સરચાર્જ લગાવવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે જેટ ફ્યુઅલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી અને વેટ (VAT)માં ઘટાડો કરવામાં આવે. તેમના મતે, તેલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલથી ઉપર જવું ઉદ્યોગ માટે જોખમી છે. જેટ ફ્યુઅલના ભાવ 2 ગણા થયા 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝ રૂટ પ્રભાવિત થયા બાદથી તેલની સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત આજે 103 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. તાજેતરમાં તેની કિંમત લગભગ 120 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. જ્યારે ઘણા દેશોમાં જેટ ફ્યુઅલની કિંમતો સંઘર્ષ શરૂ થયા બાદથી બમણી થઈ ગઈ છે. યુદ્ધ પહેલા જેટ ફ્યુઅલની કિંમતો લગભગ 85થી 90 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 150થી 200 ડોલર પ્રતિ બેરલની વચ્ચે પહોંચી ગઈ છે. જ્યારે મિડલ ઈસ્ટના તણાવને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ ફ્લાઈટ્સ રદ પણ થઈ છે. એરલાઈન્સ માટે સૌથી મોટો ખર્ચ જેટ-ફ્યુઅલ હોય છે જેટ ફ્યુલની કિંમતો વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ નથી વધાર્યા, પરંતુ તેમના ભવિષ્યના નાણાકીય અનુમાનો એટલે કે ફાઇનાન્સિયલ આઉટલુકને પણ પાછો ખેંચ્યો છે. એરલાઇન્સ માટે જેટ-ફ્યુલ સૌથી મોટો ખર્ચ હોય છે. કુલ ઓપરેટિંગ ખર્ચમાં તેનો હિસ્સો 30%થી 40% હોય છે. તેલની કિંમતોમાં આવેલા આ અચાનક બદલાવે એરલાઇન્સના બજેટને બગાડી દીધું છે. એર ન્યુઝીલેન્ડ અને ક્વાન્ટાસ જેવી મોટી કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખશે.
    Click here to Read More
    Previous Article
    LPG સંકટ: છત્તીસગઢમાં હોટલો 10% સરચાર્જ વસૂલી રહી છે:UPમાં ગેસ એજન્સીની બહાર વૃદ્ધનું મોત, મધ્યપ્રદેશમાં પોલીસ બોલાવીને સિલિન્ડરનું વિતરણ
    Next Article
    ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ છતાં યુવતીને નિમણૂક પત્ર મળ્યો:જવાબોની એક ખાસ પેટર્ન ‘ABCD’ વાળી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment