Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાણવડમાં ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગડુ ગામનો યુવાન ₹21,010ની લાઈટ સાથે ઝડપાયો

    12 hours ago

    ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આવેલી ગૌશાળામાંથી ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગડુ ગામના એક યુવાનને ઝડપી પાડી તેની પાસેથી ₹21,010ની કિંમતની ચોરાયેલી લાઈટો કબજે કરી છે. થોડા દિવસો પહેલા રૂપામોરા ગામની ગૌશાળામાંથી આશરે ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટોની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાણવડના ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાણવડ તાલુકાના ગડુ ગામના રહેવાસી અને ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા કૌશિક કિશોરભાઈ કારેણા (ઉ.વ. 26) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી ₹21,010ની કિંમતની ફ્લડ લાઈટો તેમજ ₹15,000ની કિંમતનું એક મોટરસાયકલ કબજે કર્યું હતું. આમ, કુલ ₹36,010નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયા સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ છતાં યુવતીને નિમણૂક પત્ર મળ્યો:જવાબોની એક ખાસ પેટર્ન ‘ABCD’ વાળી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ
    Next Article
    Banaskantha News | દોઢ વર્ષ પહેલા થયેલા મોતનો બદલો મોતથી લીધો | Danta | Gujarat | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment