Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPના તાલુકા પ્રમુખ સહિત 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:બહુચરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કારોબારી બેઠક યોજાઈ હતી

    17 hours ago

    મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. આ ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. બહુચરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી રણનીતિ ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. જેમાં તાલુકા પ્રમુખ સહિત 30થી 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને દિલ્હીથી પધારેલા નિરીક્ષક સુહાસીની યાદવની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી અને પ્રચારના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. 'સત્તાધારી પક્ષ માત્ર વાતો કરવામાં માને છે' જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે આ પ્રસંગે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ માત્ર વાતો કરવામાં માને છે.જ્યારે પ્રજાના પાયાના પ્રશ્નો આજે પણ વણઉકેલ્યા છે. 'આપ' પ્રમુખ 35 સક્રિય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા આ બેઠકમાં સૌથી વધુ રાજકીય ગરમાવો ત્યારે જોવા મળ્યો જ્યારે બહુચરાજી તાલુકા 'આપ' પ્રમુખે પોતાના પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે અન્ય 30થી 35 સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. હજી આગામી દિવસોમાં પક્ષ પલટો કરી શકે છે જેમને જિલ્લા પ્રમુખ અને પ્રભારીએ આવકાર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો હતો કે અન્ય પક્ષોના કાર્યકરો પણ સતત કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં પક્ષનું સંખ્યાબળ હજુ વધશે. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો સાથે કોંગ્રેસ મેદાનમાં નિરીક્ષક સુહાસીની યાદવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરશે. જનતામાં વર્તમાન સરકાર પ્રત્યે રોષ છે અને લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય અને તાલુકા સ્તરે કાર્યકરોને અત્યારથી જ સક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી ચૂંટણીમાં મજબૂત દેખાવ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લાની ઐતિહાસિક સિદ્ધિ:13 ગામોને ગોલ્ડ મેડલ; કલેક્ટર અને આરોગ્ય ટીમની મહેનત
    Next Article
    ભીડીયા બંદરે ગુંજ્યો રામદેવ ભક્તિનો મહિમા:આસ્થા અને એકતા વરઘોડા; ઢોલ-શરણાઈ અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે રામદેવજીના પ્રતીક વિવાહ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment