Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીડીયા બંદરે ગુંજ્યો રામદેવ ભક્તિનો મહિમા:આસ્થા અને એકતા વરઘોડા; ઢોલ-શરણાઈ અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે રામદેવજીના પ્રતીક વિવાહ,

    19 hours ago

    વેરાવળના ભીડીયા વિસ્તારમાં હાલ ભક્તિ અને સામૂહિક એકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત 'રામદેવજી ભક્તિ માનસ પારાયણ જ્ઞાનયજ્ઞ' શ્રદ્ધાપૂર્વક ચાલી રહ્યો છે. 20 માર્ચથી શરૂ થયેલ આ ધાર્મિક કાર્યક્રમ 26 માર્ચ સુધી ભીડીયા પ્લોટ સ્થિત રામદેવજી મંદિરના વિશાળ પટાંગણમાં યોજાશે. વિજય ઉપાધ્યાયની વાણીમાં કથામૃત જૂનાગઢના વિખ્યાત કથાકાર વિજય ઉપાધ્યાય વ્યાસપીઠ પરથી રામદેવજીના જીવન પ્રસંગોનું ભાવભીનું વર્ણન કરી રહ્યા છે. રામદેવજીના જન્મ, વિવાહ અને સમાધિ સુધીના પ્રસંગોનું રસપાન કરી શ્રોતાઓ ભક્તિમાં તલ્લીન બન્યા છે. કથાના દરેક પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જા જોવા મળી રહી છે. ભવ્ય વરઘોડો અને લગ્નોત્સવ મંગળવારના રોજ રામદેવજીના વિવાહ પ્રસંગે સમગ્ર ભીડીયા વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો. ભીડીયા રામેશ્વર મંદિરેથી રામદેવજીનો ભવ્ય વરઘોડો ઢોલ-શરણાઈના નાદ સાથે નીકળ્યો હતો. અશ્વ પર સવાર રામદેવજીના જીવંત સ્વરૂપે ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વરઘોડામાં ખારવા સમાજના લોકો સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કન્યાદાનનો લ્હાવો વરઘોડો કથા સ્થળે પહોંચતા જ શાસ્ત્રોક્ત વિધિ સાથે રામદેવજીના પ્રતીક વિવાહ સંપન્ન થયા હતા. આ અવસરે ભીડિયા સમસ્ત ખારવા સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ રમેશ રામજી ડાલકીએ સજોડે કન્યાદાન કરી ધાર્મિક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજન અને લોકસંપર્ક કાર્યક્રમનું સફળ સંચાલન ભીડિયા સમસ્ત ખારવા સમાજના પ્રમુખ રતિલાલ સાકર ગોહેલ અને હોડી એસોસિયેશનના પ્રમુખ ચુની લાલજી ડાલકીના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપસ્થિતિ: ભીડીયા બંદર, વેરાવળ, માઢવાડ, સુત્રાપાડા અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ખારવા અને કોળી સમાજના લોકો ઉમટી પડ્યા છે. સંદેશ: ખારવા સમાજ દર વર્ષે આવા આયોજનો દ્વારા સામાજિક સમરસતા અને સંસ્કારોનું સિંચન કરે છે.
    Click here to Read More
    Previous Article
    AAPના તાલુકા પ્રમુખ સહિત 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:બહુચરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કારોબારી બેઠક યોજાઈ હતી
    Next Article
    Ben Duckett pulls out of IPL 2026, faces ban until 2029

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment